AP Jithender Reddy Tweet Controversy: તેલંગાણાના વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ સાંસદ એપી જિતેન્દર રેડ્ડીએ એક ટ્વીટ કરીને પાર્ટી માટે જ અસહજ સ્થિતિ પેદા કરી દીધી છે. રેડ્ડીએ ગુરૂવારે તેલંગાણા ભાજપ નેતૃત્વ અંગે એક ટ્વીટ કર્યું હતું. ટ્વીટ સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ એક યાતના ગુપ્તાંગ પર લાત મારીને એક ગાડીમાં ચડાવતા દેખાઇ રહ્યા છે.
ADVERTISEMENT
રેડીએ ટ્વીટને કેપ્શન આપ્યું કે, આ ટ્રીટમેન્ટ ભાજપના તેલંગાણા નેતૃત્વ માટે ખુબ જ જરૂરી છે. ટ્વીટની સાથે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના સંગઠન મહાસચિવ બી.એલ સંતોષ અને ભાજપ નેતા સુનીલ બસલની સાથે જ પાર્ટીના ટ્વીટર હેન્ડલને પણ ટેગ કર્યું હતું.
સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર તેલંગાણા ભાજપના મુખ્ય પ્રવક્તા કે.કૃષ્ણાસાગર રાવે જીતેન્દર રેડ્ડીના આ ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપી હતી. રાવે કહ્યું કે, અમારી પાર્ટીના કેટલાક નેતાઓ તરફથી આપવામાં આવી રહેલા અયોગ્ય અને નુકસાનદાયક મીડિયા લીક અને જાહેર નિવેદનોની હું નિંદા કરૂ છું. લાગે છે કે તેઓ આ પાર્ટીને ભુલી રહ્યા છે જેનું તેઓ હાલ એક અંગ છે. આ પાર્ટી ભાજપ, કોંગ્રેસ કે બીઆરએસ નથી. ભાજપ એક સંસ્કૃતી અને પ્રણાલીથી ચાલતી પાર્ટી છે. તેના નેતૃત્વની જાહેર ટિકા કરવાની નથી.
રાવે આગળ કહ્યું કે, આ પ્રકારના નિવેદન આપનારા તમામ નેતાઓ પાસે અસંતોષ વ્યક્ત કરવા માટેની અનેક તક હોય છે, અંગત એજન્ડાને કારણે પાર્ટી શરમજનક સ્થિતિમાં ન મુકાય તેનું ધ્યાન રાખવું જોઇએ. તેમણે કહ્યું કે, આ નેતાઓને જરૂર ખબર હોવી જોઇએ કે પાર્ટીમાં એક લક્ષ્મણ રેખા છે. રાવે આ સાથે જ કહ્યું કે, પાર્ટી અને તેના નેતૃત્વની વિરુદ્ધ બિનજવાબદારીપુર્ણ અને અયોગ્ય આપનારી પાર્ટીને નુકસાન પહોંચાડવાની મંશાનું ખુલ્લુ પ્રદર્શન છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની બેદરકારી અને અનુશાસનહિનતા અસ્વિકાર્ય છે.
ADVERTISEMENT