ઓડિશા: એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ક્રિકેટનું મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું. અમ્પાયરને ‘નો બોલ’ આપવાનો નિર્ણય જીવ ગુમાવવાનું કારણ બન્યું. નો બોલના નિર્ણયથી યુવકેઅમ્પાયરને ધારદાર છરી વડે રહેસી નાખ્યો.
ADVERTISEMENT
આ ઘટના કટકના મહિશીલંદા ગામની છે. અહીં ક્રિકેટ મેચ રમાઈ રહી હતી ટે દરમિયાન અમ્પાયરે ‘નો બોલ’નો નિર્ણય આપ્યો હતો. આ મામલો આરોપીઓની નારાજગી સુધી ગયો. મૃતક યુવકની ઓળખ મહિશીલંદા ગામના લકી રાઉત (22) તરીકે થઈ છે. આરોપીને ગ્રામજનોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. મળતી માહિતી મુજબ મહિસલંદામાં એક ટુર્નામેન્ટ ચાલી રહી હતી. બંને ટીમો એટલે કે બ્રહ્મપુર અને શંકરપુર સેંકડો દર્શકોની હાજરીમાં મેચ રમી રહી હતી. પરંતુ અમ્પાયરે બ્રહ્મપુર ટીમ વિરુદ્ધ ખોટો નિર્ણય આપતાં વિવાદ શરૂ થયો હતો. અમ્પાયરના આ નિર્ણયથી ગામનો સ્મૃતિ રંજન રાઉત નામનો યુવક ગુસ્સે થઈ ગયો. તેણે અમ્પાયર સાથે દલીલ કરવાનું શરૂ કર્યું.
અમ્પાયર ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ધીમે-ધીમે વિવાદ વધતો ગયો.આ દરમિયાન સ્મૃતિ રંજને મેદાનમાં છરી કાઢી અને એક પછી એક અમ્પાયર પર હુમલો કરવા લાગ્યો. છરીઓના હુમલાથી અમ્પાયર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે એસસીબી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ અમ્પાયરને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: સિંહ સામે સિંહ જ લડાઈ ઉપર ઉતરી આવે તો શું થાય? જુઓ આ Video
પોલીસે આરોપીની કરી ધરપકડ
આ ઘટના બાદ ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.પોલીસે જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે ગામમાં સુરક્ષા દળોની ટુકડી તૈનાત કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT