પલામુ : ઝારખંડના પલામુ જિલ્લામાં પરેશાન કરનારી ઘટના સામે આવી છે. એક આઇએએસ અધિકારીએ ટ્રાન્સફર બાદ ઓફીસ છોડતા પટાવાળાના ચરણ સ્પર્શન કર્યો હતો. તેમની પાસેથી આશિર્વાદ લીધા હતા. હવે દરેક પ્રકારની તેની ચર્ચા થઇ રહી છે. પલામુ જિલ્લામાં લગભગ એક વર્ષ સુધી ઉપાયુક્ત પોતાની સેવા આપનારા IAS અધિકારી એ દોડ્ડેની બદલી બાદ શુક્રવારે જિલ્લા છોડીને જતા સમયે પોતાની ઓફીસના પટાવાળા નંદલાલ પ્રસાદના ચરણ સ્પર્શ કર્યો હતો.
ADVERTISEMENT
અધિકારીની સૌથી વધારે સેવા કરે છે પ્યૂન
ચરણ સ્પર્શ કરતા સમયે તેમણે કહ્યું કે, સૌથી વધારે કોઇ અધિકારીની સેવા કોઇ કરે છે તો તે કાર્યાલયના પટાવાળા જ હોય છે. તેમણે કહ્યું કે, મારા પિતા પણ પ્યુન હતા. એવું કદાચ જ થાય છે કે, એક જિલ્લાનું સંચાલન કરતો વ્યક્તિ કોઇ પ્યૂનનો ચરણ સ્પર્શન કરે અને કહે કે માતા પિતા પણ પ્યૂન હતા. કલેક્ટર કક્ષાના અધિકારીને ચરણ સ્પર્શ કરતો જોઇને અન્ય પદાધિકારીઓ અને કર્મચારીઓ પણ થોડા સમય માટે સુન્ન થઇ ગયા હતા. ધ દોડ્ડેએ અન્ય કર્મચારીઓને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. હાલ તેમના વ્યવહારના વ્યવહારની પ્રશંસા થઇ હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બીજી તરફ રૂટીન ટ્રાન્સફર દરમિયાન ડીસીએ દોડેની પણ બદલી કરી દીધી છે. દરેક અધિકારીને મળવનારી ફેરવેલ તેમને પણ દેવામાં આવી. જો કે તે સમયે જે થયું તેની આશા કદાચ કોઇ પણ વ્યક્તિએ નહી કરી હોય. હાલ તો સોશિયલ મીડિયામાં લોકો અધિકારીની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.
ADVERTISEMENT