નવી દિલ્હી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે વિરુદ્ધ અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ચુકી છે. ચીફ જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડ, જસ્ટિસ જેપી પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે મુસ્લિમ પક્ષને પુછ્યું કે, ASI ના સર્વેથી શું સમસ્યા છે? બીજી તરફ અલ્હાબાદ હાઇકોર્ટ તરપથી લીલી ઝંડી મળ્યા બાદ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં આજથી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) સર્વે શરૂ થઇ ચુક્યો છે.
ADVERTISEMENT
અલ્હાબાદ હાઇકોર્ટે ગુરૂવારે અંજુમન ઇતજામિયા મસ્જિદ કમિટીની અરજી ફગાવતા જિલ્લા કોર્ટના જ્ઞાનવાપી મસ્જિદમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણના નિર્ણયને યથાવત્ત રાખ્યો હતો. આ ચુકાદા વિરુદ્ધ મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આજે જ્ઞાનવાપી મામલે સુનાવણી યોગ્ય થવા અંગે દાખલ અરજીઓ અંગે પણ સુનાવણી કરી રહ્યા છે.
ASI એ પોતાના હલફનામામાં કહી આ વાત
જિલ્લા ન્યાયાધીશ વારાણસી દ્વારા એક આદેશ પસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા ન્યાયાધીશે એસએઆઇને સીલ કરવામાં આવેલા કેટલાક વિસ્તારોને છોડીને જ્ઞાનવાપી મસ્જિદ પર વૈજ્ઞાનિક તપાસ-સર્વેક્ષણ- ખોદકામનો નિર્દેશ આપ્યો હતો. જિલ્લાન્યાયાદીશે તેની પરવાનગી આપતા નિર્દેશ આપ્યો છે. બીજી તરફ હાઇકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન એએસઆઇને બોલાવવામાં આવ્યા હતા. એએસઆઇએ પ્રસ્તાવિત સર્વેક્ષણની પ્રકૃતિ નિર્ધારિત કરતા એક હલફનામું દાખલ કર્યું હતું. એએસઆઇએ સ્પષ્ટ રીતે કહ્યું કે, અલ્હાબાદ હાઇકોર્ટમાં તેમના હલફનામા સંરચનાને કોઇ નુકસાન નહી પહોંચાડવામાં આવે.
મુખ્ય બિલ્ડિંગને કોઇ નુકસાન નહી થાય
સુનાવણી દરમિયાન સીજેઆઇએ અમે સુનિશ્ચિત કરીશું કે, મસ્જિદને સ્પર્શન કરવામાં ન આવે અને ખોદકામ ન થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ પક્ષોને અમે સાંભળ્યા છે. હાઇકોર્ટે ASI ના એડિશનલ ડાયરેક્ટર જનરલના નિવેદન નોંધાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ASI એ કોર્ટને ભરોસો વ્યક્ત કર્યો કે કોઇ પણ પ્રકારની ઇમારતને નુકસાન નહી પહોંચાડવામાં આવે. CJI એ કહ્યું કે, હાઇકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન અતિરિક્ત મહાનિર્દેશક ASI ને સહાયતા માટે બોલાવવામાં આવ્યા હતા.
ASI ના ઉચ્ચ અધિકારીએ કોર્ટને તમામ પ્રકારે આશ્વાસન આપ્યું
એડીજી એએસઆઇએ પ્રસ્તાવિત સર્વેક્ષણની પ્રકૃતિ જણાવતા એક હલફનામું દાખલ કર્યું છે. હલફનામામાં 13-20 ને સુવિધઆ માટે કાઢવામાં આવ્યું છે. હલફનામા ઉપરાંત સાક્ષી આલોક ત્રિપાઠી(એડીજી એએસઆઇ) વ્યક્તિગત્ત રીતે કોર્ટમાં રજુ થયા. એડીજી દ્વારા કરવામાં આવેલી દલીલો હાઇકોર્ટના ચુકાદામાં નોંધાયેલી છે. બીજી તરફ જિલ્લા સત્ર ન્યાયાધીશનો આદેશ સીપીસીના આદેશ 26 માં દાખલ થાય છે. જેથી કોર્ટ વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે નિર્દેશ આપી શકે છે.
ADVERTISEMENT