નવી દિલ્હી : મલેશિયામાં એક ખાનગી વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં છે. પ્રાઇવેટ પ્લેનના લેન્ડિંગ દરમિયાન એલમિના ટાઉનશીપ પાસે ક્રેશ થઇ ગયું હતું. પ્લેનમાં 2 ક્રૂ મેમ્બર્સ અને 6 લોકો સવાર હતા. આ અકસ્માત રોડ પર બન્યો હતો. જેના કારણે રોડ પરથી પસાર થઇ રહેલા બે લોકોનાં પણ મોત નિપજ્યાં છે. આ બે લોકો કાર અને બાઇક પર જઇ રહ્યા હતા. આ સમયે ઘટના ઘટી હતી. દુર્ઘટના પહેલા જ પ્લેનનો એર ટ્રાફીક કંટ્રોલ સાથેનો સંપર્ક તુટી ગયો હતો. જેના કારણે વિમાન કોઇ પણ પ્રકારના દિશાનિર્દેશ વિહોણું થઇ ગયું હતું.
ADVERTISEMENT
જેથી આખરે પ્લેને નજીકના હાઇવે પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પ્લેન તો ક્રેશ લેન્ડ થયું જ હતું સાથે સાથે કાર અને બાઇક સાથે અથડાવાને કારણે તેમાં સવાર લોકોનાં પણ મોત નિપજ્યા હતા. પ્રાઇવેટ જેટ હોલિડે આઇલેન્ડથી કુઆલાલંપુર નજીકનાં અબ્દુલ અઝીઝ શાહ એરપોર્ટ માટે ઉડ્યન કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પોલીસનો દાવો છે કે, પ્લેનને લેન્ડિંગ માટેની પરવાનગી આપી દેવામાં આવી હતી. જો કે તેમ છતા પાયલોટ દ્વારા કોઇ ઇમરજન્સી સિગ્નલ આપવામાં આવ્યું નહોતું. તે જ સમયે એવિએશન ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ નોરાઝમેને કહ્યું કે, 2.47 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો હતો, તેણે સારે 2.48 વાગ્યે ઉતરવાની મંજૂરી પણ મળી ચુકી હતી. ત્યાર બાદ પ્લેન સાથે કોઇ સંપર્ક થયો નહોતો. 2.51 વાગ્યે ક્રેશ થઇ ગયું હતું. જો કે વિમાનનું સંચાલન કરતી કંપનીએ સંપુર્ણ ઇન્કાર કરી દીધો હતો.
કેરશ પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ નહી
આઠ મૃતકોમાં મલેશિયાના એક રાજનેતાનો પણ સમાવેશ થાય છે. પાયલટ શાહરૂલ કમાલ રોશલનનો બચાવ થયો છે. તેની પત્ની અને બાળકોએ તેમને બચાવી લીધા હતા. મલેશિયાના એવિએશન વિભાગે કહ્યું કે, આ ઘટનામાં બંન્ને પાયલોટ અનુભવી હતી. આ અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઇ છે. વિમાનનું બ્લેક બોક્સ શોધવા માટે કામ કરી રહ્યા છે. હાલ ક્રેશ પાછળનું ચોક્કસ કારણ જાણવું કઠીન છે.
ADVERTISEMENT