ત્રણ ચાર મહિલાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ઇન્સપેક્ટર વિરુદ્ધ ફરિયાદ કરતા હડકંપ મચી ગયો છે. પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર મહિલાઓએ જણાવ્યું કે, ઇન્સપેક્ટર તેની સાથે ખુબ જ ગંદી વાતો કરતો હતો. જો તેઓ આવી વાતો નહી કરે તો તેમને ફસાવી દેવાની ધમકી પણ આપતો હતો.
ADVERTISEMENT
ઇન્સપેક્ટરને ફરિયાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો
પોલીસ અધિકારી મહિલાઓને ફોન કરીને મારી પત્ની ઘરે નથી, મને મળવા આવ પછી આપણે મજા કરીશું તેવું જણાવતો હતો. હાલ તો મામલો સામે આવ્યા બાદ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના લંપટ ઇન્સપેક્ટરના કારણે વિસ્તારની મહિલાઓ ખુબ જ પરેશાન હતી. મહિલાઓનો આક્ષેપ છે કે વિસ્તારનો ઇન્સપેક્ટર તેમને વ્હોટ્સએપમાં કોલ કરીને ખુબ જ ગંદી ગંદી વાતો કરવા માટે દબાણ કરતો હતો. આ ઉપરાંત વારંવાર ઘરે આવીને મળવા માટે પણ દબાણ કરે છે. ઇન્સપેક્ટર સિંગલ બસ્તીનો બીટ ઇન્ચાર્જ છે.
મહિલાઓ સાથે ઇન્સપેક્ટર લાંબા સમયથી ગંદી વાતો કરતો
ઇન્સપેક્ટર ત્રણથી ચાર મહિલાઓને ફોન કરીને ગંદી વાતો કરતો રહેતો હતો. જેનાથી થોડા સમય તો મહિલાઓએ સહન કર્યુ પરંતુ ત્રાસીને આખરે મહિલાઓએ પોલીસ ફરિયાદ કરી હતી. મહિલાઓનો આક્ષેપ છે કે, ઇન્સપેક્ટર વારંવાર કોલ કરીને સેક્સી વાતો કરવા માટે દબાણ કરતો રહેતો હતો. વાત નહી કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
ઇન્સપેક્ટર હનીટ્રેપ માટેની ગેંગ બનાવવા માંગતો હતો
ફરિયાદમાં મહિલાઓએ ઉલ્લેખ કર્યો કે, ઇન્સપેક્ટર ફોન કરીને જણાવતો કે મારી પત્ની ઘરે નથી મને મળવા આવો. આપણે ખુબ જ રોમાંસ કરીશું. આ ઉપરાંત ઇન્સપેક્ટર તેની સાથે મળીને હનીટ્રેપનો ધંધો શરૂ કરવા માટે પણ દબાણ કરતા હતા. જો તેવું નહી કરે તો ફસાવી દેવાની ધમકી આપતો હતો.
ADVERTISEMENT