નવી દિલ્હી : મણિપુરમાં મહિલાઓ સાથે ક્રૂરતાનો વીડિયો 19 જુલાઇએ સામે આવ્યો હતો. જેમાં મોબાઇલ ફોનથી આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તે જપ્ત કરી લેવામાં આવ્યો છે. એટલું જ નહી પોલીસે આ મોબાઇલ ફોન સીબીઆઇને સોંપી દીધો છે. આ સાથે જ મામલે સુનાવણી માટે મણિપુરની બહાર અસમમાં થશે.
ADVERTISEMENT
બીજી તરફ મણિપુરમાં સેના, CRPF અને CAPF ના 35000 વધારાના સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરક્ષા કર્મચારીઓને મૈતેઇ બહુલ ખીણ વિસ્તાર અને કુકી બહુલ પહાડી વિસ્તાર વચ્ચે એક બફર જોન બનાવ્યું છે. ભારત-મ્યાંમાર બોર્ડર પર વાડ લગાવવાનું કામ પુર્ણ કરવા માટે મોટા પ્રમાણમાં પ્રયાસો ચાલી રહ્યા છે. અત્યાર સુધી મણિપુર-મિઝોરમ સીમા પર 10 કિલોમીટરની વાડ લગાવવાનું કામ પુર્ણ થઇ ચુક્યું છે. આ સાથે જ સર્વેયુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે. પ્રયાસ એવો કરવામાં આવી રહ્યો છે કે, સમગ્ર બોર્ડર પર કાંટાળા તાર લગાવવામાં આવે. એજન્સીઓને સમગ્ર બોર્ડર પર વાડ લગાવવાનું કામ પુર્ણ કરવા માટેના નિર્દેશ અપાયા છે.
મણિપુરમાં ગત્ત અનેક વર્ષથી ભારત અને મ્યાંમારની બોર્ડરમાં આ સમજુતી છે કે બંન્ને દેશના લોકો 40 કિલોમીટર સુધી બેરોકટોક આવી શકે છે. એવામાં જો મ્યાંમારથી આવીને ભવિષ્યમાં હિન્દુસ્તાનનો બિનકાયદેસર નાગરિક ન બની જાય, તેના માટે સરકાર નેગેટિવ બાયોમેટ્રિક સ્કેન કરશે. જેના હેઠળ જે પણ આવશે તેનું બાયોમેટ્રિક સ્કેન થશે. આ આધારના રેકોર્ડ સાથે લિંક કરવામાં આવશે. જેથી એવા લોકો ભારતના નકલી નાગરિક ન બની જાય. સરકારે આદેશ આપ્યો છે કે, ટુંક જ સમયમાં ભારત અને મ્યાંમાર બોર્ડર પર કાંટાળી તારની ફેન્સ લગાવવામાં આવે. જેના હેઠલ મણિપુર મ્યાંમાર બોર્ડર પર 10 કિલોમીટરના વર્તુળમાં ફેન્સિંગ કરાશે.
સુત્રો અનુસાર 18 જુલાઇ બાદ મણિપુરમાં હિંસાની કોઇ ઘટના કોઇ મોત નથી થઇ. સરકારી આંકડાઓ અનુસાર જાતીય હિંસામાં અત્યાર સુધી 150 લોકોના જીવ ગયા છે. 502 લોકો ઘાયલ થયા છે. 6065 FIR દાખલ કરવામાં આવી છે. 361 રાહત શિબિર સ્થાપિત કરવામાં આવી છે. અસ્થાયી રાહત આશ્રયોમાં રહેનારા લોકો માટે 209 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મણિપુરમાં અત્યાર સુધી 101 કરોડ રૂપિયાની રાહત સામગ્રી વિતરિત કરવામાં આવી ચુકી છે.
19 જુલાઇના રોજ મણિપુરનો ધૃણિત વીડિયો વાયરલ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બે મહિલાઓને નગ્મ ફેરવવાની ઘટાએ 140 કરોડ ભારતીયોને શમરજનક સ્થિતિમાં મુકાયા છે. તેમણે સંસદ પરિસરમાં કહ્યું કે, લોકશાહી આ મંદિરની સામે ઉભો છું તો મારા હૃદય પીડા અને ગુસ્સાથી ભરેલો છે. પીએમ મોદીએ કહ્યું કે, હું દેશવાસીઓને આશ્વાસ્ત કરવા માંગુ છું કે કોઇ પણ દોષીને છોડવામાં નહી આવે. કાયદો પોતાની સંપુર્ણ શક્તિ અને દ્રઢતા સાથે કામ કરશે. મણિપુરની આ પુત્રીઓ સાથે જે થયું તે ક્યારે પણ માફ કરવામાં નહી આવે.
ADVERTISEMENT