નવી દિલ્હી : મારુતી સુઝુકી આગામી ટુંક જ સમયમાં પોતાના સફળ મોડલ પૈકીના બે મોડલ સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયરનાં નવા મોડલ લોન્ચ કરવાનું આયોજન કરી રહ્યા છે. જેના અનુસંધાને આ બંન્ને મોડલની ગાડીઓ નારકંડાની આસપાસ ટેસ્ટિંગ ફેઝમાં જોવા મળી હતી. આ બંન્ને ગાડીઓ હાઇ એલ્ટિટ્યુડ ટેસ્ટિંગ માટે આવી હતી. જેમાં સૌથી ચોંકાવનારી બાબત હતી કે, ડિઝાયર સનરૂફ સાથે જોવા મળી હતી. જો કે મારુતી દ્વારા આ અંગે કોઇ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટેસ્ટિંગ ફેઝમાં ડિઝાયર પ્રકારની ગાડી પર સનરૂફ જોઇ શકાય છે.
ADVERTISEMENT
ગાડી બની ગયા બાદ તેના ટેસ્ટિંગ થાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોઇ પણ ગાડી નિર્માતા કંપનીઓ ગાડી બની ગયા બાદ દેશના અલગ અલગ હવામાન વૈવિધ્યને જોતા તેનું ટેસ્ટિંગ કરે છે. અલગ અલગ વાતાવરણમાં તેને ચલાવીને તેનું ટેસ્ટિંગ થાય છે. તેના આધારે તેમાં સુધારા વધારા પણ કરવામાં આવતા હોય છે. આ વીડિયોમાં પણ જોઇ શકાય છે કે, ડિઝાયર ટાયર ચેઇન સાથે ચાલી રહી છે.
બંન્ને ગાડીઓમાં થશે મોટા ફેરફાર
અત્રે ઉલ્લેખનીય છે કે, મારુતી સુઝુકીના સફળ મોડલ્સ પૈકીના બે મોડલ મારુતી સુઝુકી સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયરમાં કેટલાક મોટા ફેરફાર સાથે તે લોન્ચ થવા જઇ રહી છે. આ ઉપરાંત આ બંન્ને મોડલના ઇન્ટીરિયરમાં પણ ધરમુળથી પરિવર્તન આવી શકે છે. બલેનોથી પ્રેરિત થઇને તેમાં અનેક ફેરફાર કરવામાં આવી શકે છે. ગાડી ડ્યુલ ટોન કલરમાં આવવા ઉપરાંત ડેશબોર્ડમાં પણ અનેક ફેરફાર હશે. એલઇડીથી માંડીને એસી વેન્ટ સુધી અનેક ફેરફાર કરાયા છે. આ ઉપરાંત ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એસીના વેન્ટની જગ્યા અને હાઇટેક ટેક્નોલોજી સજ્જ ડિસપ્લે સહિતની અનેક સુવિધા હશે.
ADVERTISEMENT