નવી દિલ્હી : ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ દેવના વારસાગત મકાન પર હુમલો થયો છે. હુમલાખોરોએ આખા ઘરમાં આગ લગાવી દીધી હતી. સમગ્ર ઘરના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. સમગ્ર ઘર ખેદાન મેદાન થઇ ગયા બાદ આખા ઘરને આઘ લગાવી દેવામાં આવી હતી. CPM ના કાર્યકર્તાઓ પર આ હુમલાના આક્ષેપો લાગી રહ્યા છે.
ADVERTISEMENT
પૂર્વ સીએમના ઘરમાં તોફાની તત્વોએ આગ લગાવી દીધી
ઘટના માટે CPM ના કાર્યકર્તાઓ પર લાગી રહ્યો છે. પૂર્વ સીએમના જે ઘરને આગ લગાવવામાં આવી છે, તે ગોમતી જિલ્લા અંતર્ગત ઉદયપુર સબ ડિવીઝનના જમજુરીમાં આવેલું છે. ભાજપ સાથે જોડાયેલા સુત્રોનો દાવો છે કે, બિપ્લવ દેવના પિતા દિવંગત હિરુધન દેબની યાદમાં અહી વાર્ષિક અનુષ્ઠાનનું આયોજન થવાનું હતું. જો કે તેના એક જ દિવસ પહેલા કમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જે સમયે આ દુર્ઘટના થઇ ત્યારે ઘરની અંદર કોઇ હાજર નહોતું.
તોફાની તત્વોએ આસપાસના દુકાન મકાનને પણ નુકસાન પહોંચાડ્યું
પોલીસ સુત્રો અનુસાર પાર્ટીના ઝંડાને નષ્ટ કરી દેવાયો અને ત્યાર બાદ દુકાન અને કેટલીક ગાડીઓમાં તોડફોડ બાદ તેમને આગ હવાલે કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT