લવ જેહાદમાં ફસાવી, 32 હજાર યુવતીઓને ISISએ કેદી બનાવી, ધ્રૂજાવી મૂકશે ‘The Kerala Story’ની કહાણી

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નું રૂંવાડા ઊભું કરી દેનારું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સ્ટોરી તે છોકરીઓની છે જેઓ નર્સ બનવા માંગતી હતી, પરંતુ ISISની…

gujarattak
follow google news

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નું રૂંવાડા ઊભું કરી દેનારું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સ્ટોરી તે છોકરીઓની છે જેઓ નર્સ બનવા માંગતી હતી, પરંતુ ISISની આતંકી બની ગઈ. તેમનું ધર્મ પરિવર્તન કરાયું. કેરળની હિન્દુ અને ખ્રિસ્તી યુવતીઓને લવ જેહાદની જાળમાં ફસાવીને મુસ્લિમ બનાવવામાં આવી હતી. 5 મે 2023ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ સુદીપ્તો સેન દ્વારા નિર્મિત છે. વિપુલ અમૃતલાલ શાહ તેના નિર્માતા અને ક્રિએટીવ ડાયરેક્ટર છે.

શું છે ફિલ્મની સ્ટોરી?
અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાની, સિદ્ધિ ઇદનાની લીડ રોલમાં છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. ધ કેરાલા સ્ટોરીના ટ્રેલરમાં અદા શર્માની જોરદાર એક્ટિંગ જોવા મળી છે. આ ફિલ્મમાં તે શાલિની ઉન્નીકૃષ્ણનના રોલમાં જોવા મળશે. હિંદુ પરિવાર સાથે સંબંધ ધરાવતી શાલિની હવે ફાતિમા બની ગઈ છે. ટ્રેલરની શરૂઆતમાં શાલિની પાસેથી ISISમાં જોડાવા સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તે અધિકારીઓને કહે છે – હું ISISમાં ક્યારે જોડાઈ તેનાથી વધારે એ જાણવું વધુ મહત્વનું છે કે હું ISISમાં શા માટે અને કેવી રીતે જોડાઈ.

બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે નિર્દોષ હિન્દુ છોકરીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે. તેમનું બ્રેઈનવોશ કરીને તેમને અલ્લાહની નજીક લાવવામાં આવે છે. તેમને ખાતરી આપવામાં આવે છે કે હિજાબ પહેરેલી છોકરીઓ પર ક્યારેય બળાત્કાર અને દુર્વ્યવહાર થતો નથી. પછી આ છોકરીઓ ઇસ્લામ ધર્મ અપનાવે છે. તેમને ISISના આતંકવાદીઓ વચ્ચે ઊભી રાખી દેવામાં આવે છે. પછી શરૂ થાય છે તે ભયાનક દ્રશ્ય જેની આ યુવતીઓએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી. તે માનવતાના આડમાં ક્રૂરતા જુએ છે. ISISના આતંકવાદીઓનો ભયાનક ચહેરો આ યુવતીઓને કંપાવી મૂકે છે.

આ સ્ટોરી માત્ર શાલિનીની નથી. પરંતુ તેના જેવી 32 હજાર મહિલાઓની છે જે કેરળમાંથી ગુમ થઈ છે. ટ્રેલરના અંતમાં અદા શર્મા કહે છે – મારા જેવી હજારો છોકરીઓ છે જેઓ ઘર છોડીને ભાગી ગઈ છે અને આ રણમાં દફન થઈ ગઈ છે.

લોકોને ટ્રેલર ગમ્યું
ધ કેરળ સ્ટોરીનું ટ્રેલર પ્રોમિસિંગ છે. ફિલ્મના ટ્રેલર અને અદાહના અભિનયની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. કેરળ સ્ટોરી સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે. જ્યારે ભારત વિરુદ્ધ ISISના આતંકવાદીઓના આ જઘન્ય ષડયંત્રનો પર્દાફાશ થયો ત્યારે સમગ્ર દેશ હચમચી ગયો હતો. સર્વત્ર સનસની મચી ગઈ હતી. ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

 

    follow whatsapp