‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મની એક્ટ્રેસ અદા શર્માનો અકસ્માત, એક્ટ્રેસ ટ્વીટ કરીને શું કહ્યું?

Adah Sharma Accident: બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા તેની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની સફળતાનો આનંદ માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રી અને દિગ્દર્શક સુદીપ્તો સેન 14…

gujarattak
follow google news

Adah Sharma Accident: બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા તેની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની સફળતાનો આનંદ માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રી અને દિગ્દર્શક સુદીપ્તો સેન 14 મેના રોજ હિંદુ એકતા યાત્રામાં ભાગ લેવા માટે કરીમનગર જવાના હતા, પરંતુ રસ્તામાં જ તેમનો માર્ગ અકસ્માત થયો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હવે અદા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેની હેલ્થ અપડેટ આપી છે.

અદા શર્માએ ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું
અદા શર્માએ ટ્વિટ કર્યું જેમાં તેણે લખ્યું, ‘મિત્રો હું ઠીક છું. અમારા અકસ્માતને લઈને જે સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે તેના કારણે અનેક મેસેજ મળી રહ્યા છે. આખી ટીમ અને અમે બધા ઠીક છીએ. ગંભીર કંઈ નથી. તમે બધાએ અમારા વિશે વ્યક્ત કરેલી ચિંતા બદલ આભાર.

સુદીપ્તો સેને અકસ્માત અંગે માહિતી આપી હતી
આ પહેલા ‘ધ કેરાલા સ્ટોરી’ના ડાયરેક્ટરે માર્ગ અકસ્માત અંગે માહિતી આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘આજે અમે યુવા મેળાવડામાં અમારી ફિલ્મ વિશે વાત કરવા કરીમનગર જઈ રહ્યા હતા, પરંતુ કમનસીબે ઈમરજન્સી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે અમે મુસાફરી કરી શક્યા નહીં. હું કરીમનગરની જનતાની દિલથી માફી માંગુ છું. અમે અમારી દીકરીઓને બચાવવા માટે ફિલ્મ બનાવી છે. કૃપા કરીને અમને સપોર્ટ કરતા રહો. #હિન્દુ એકતા યાત્રા.

‘ધ કેરલા સ્ટોરી’ 100 કરોડ ક્લબમાં પ્રવેશી
જણાવી દઈએ કે અદા શર્માની ફિલ્મ ધ કેરલા સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ શનિવારે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. વર્ષ 2023ની આ ચોથી ફિલ્મ છે, જેણે 100 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે અને વિપુલ શાહ નિર્માતા છે.

    follow whatsapp