નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસના અવસર પર ભારત પહોંચેલા આ અમેરિકન સાંસદોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ખાનગી મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાતની પુષ્ટિ કરતા કોંગ્રેસના વરિષ્ઠ અધિકારી પ્રવીણ ચક્રવર્તીએ કહ્યું કે, પાર્ટીને આ માટે તેમની તરફથી ઔપચારિક અને સત્તાવાર વિનંતી મળી છે. મંગળવારે ભારતના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોમાં સત્તાવાર રીતે ભાગ લેનાર યુએસ ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વ્યક્તિગત મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓએ વાતની પૃષ્ટિ કરી
કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ અધિકારી પ્રવીણ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રીઓના પ્રતિનિધિમંડળે તેમની ભારત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માટે પાર્ટીને તેમની તરફથી ઔપચારિક અને સત્તાવાર વિનંતી મળી હતી.
અમેરિકન સાંસદોએ અધિકારીક રીતે સંપર્ક કર્યો
ચક્રવર્તીએ જણાવ્યું કે, અમેરિકન સાંસદોના પ્રતિનિધિમંડળના કેટલાક સભ્યોએ બે દિવસ પહેલા અમારો સંપર્ક કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમે હકારમાં જવાબ આપ્યો હતો કે, રાહુલ ગાંધી એકવાર વાયનાડથી પાછા ફરે પછી તેને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે, અમે યુએસ ધારાસભ્યોને રાહુલ ગાંધી સાથે ખાનગી બેઠક માટે સત્તાવાર વિનંતી કરવા કહ્યું હતું.
વિદેશ મંત્રાલયની પરવાનગીનો મામલો અટક્યો
ખાનગી બેઠક પર વાત અટકી ગઇ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અપેક્ષા રાખે છે કે વિદેશ મંત્રાલય આવી ખાનગી બેઠક માટે પરવાનગી આપશે. તેના પર ચક્રવર્તીએ કહ્યું કે, આ વિદેશ મંત્રાલય અને અમેરિકન ડેલિગેશન વચ્ચેનો મામલો છે. જોકે, મને ખાતરી છે કે, વિદેશ મંત્રાલયને આ અંગે કોઈ વાંધો નહીં હોય. છેવટે, એક દેશની મુલાકાતે ગયેલા વિદેશી પ્રતિનિધિમંડળે વિરોધ પક્ષના મુખ્ય નેતા સાથે મુલાકાતની માંગ કરી છે.
વિદેશી સાંસદોએ સંપર્ક કર્યો હતો
અગાઉ જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓને મળવા માગે છે. તો યુએસ સાંસદ રો ખન્નાએ કહ્યું હતું કે કેટલાક સાંસદોએ તેમને (રાહુલ ગાંધી)ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે નિર્ણય લેવાનો રહેશે. આ સાંસદો પીએમ મોદીના મહેમાન છે. આ પહેલા ખન્નાએ ઈન્ડિયા ટુડેને કહ્યું હતું કે, અમેરિકન સાંસદોનું આ પ્રતિનિધિમંડળ પીએમ નરેન્દ્ર મોદીના મહેમાન છે. તેમણે કહ્યું હતું કે, હું અને સમગ્ર પ્રતિનિધિમંડળ પીએમ મોદી અને વિદેશ મંત્રાલયના મહેમાન છીએ. તેની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમની છે.
વિનંતી વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો છે
હું જાણું છું કે લોકો પ્રતિનિધિમંડળને મળવા માગે છે અને અમે આ વિનંતીઓ વિદેશ મંત્રાલય સુધી પહોંચાડી છે. તમને જણાવી દઈએ કે મંગળવારે દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
ADVERTISEMENT