અમદાવાદઃ વિજય હજારે ટ્રોફીમાં સોમવારે ઈન્ડિયન ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે અનોખો ઈતિહાસ રચી દીધો છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે વિજય હજારે ટ્રોફીની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઋતુરાજ ગાયકવાડે બેટિંગથી ધમાલ કરી દીધી હતી. આ વનડે મેચમાં તેણે શિવા સિંહની ઓવરમાં 7 છગ્ગા ફટકારી ઈતિહાસ રચી દીધો હતો. એટલું જ નહીં તેણે આ મેચમાં બેવડી સદી પણ ફટકારી દીધી હતી. જેના પરિણામે મહારાષ્ટ્રની ટીમ આ મેચ જીતી ગઈ હતી. ચલો તેની આ આક્રમક બેટિંગ પર નજર કરીએ…
ADVERTISEMENT
ગાયકવાડની તોફાની બેટિંગ…
ઉત્તર પ્રદેશ વિરૂદ્ધ મેચમાં મહારાષ્ટ્રએ પહેલા બેટિંગ દરમિયાન 50 ઓવરમાં 330 રનનો સ્કોર કર્યો હતો. જેમાં મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે માત્ર 159 બોલમાં 220 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 16 છગ્ગા માર્યા હતા. જોકે તેણે ઈનિંગની 49મી ઓવરમાં 7 છગ્ગા ફટકારીને અનોખો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.
49મી ઓવરમાં ઋતુરાજે ફટકાર્યા 7 છગ્ગા…
ઈનિંગની 49મી ઓવરથી જાણો ઋતુરાજ ગાયકવાડે ફટકાબાજી શરૂ કરી દીધી હોય એમ લાગ્યું હતું. ઉત્તર પ્રદેશનો બોલર શિવા સિંહ ઈનિંગની 49મી ઓવર કરવા આવ્યો હતો. ત્યારે ગાયકવાડે પહેલા બોલથી જ સિક્સર ફટકારવાનું શરૂ કરી દીધું હતું. જોતજોતામાં તો એક, બે નહીં 3 બોલમાં 3 છગ્ગા તેણે ફટકારી દીધા. જોકે આ ઓવરમાં એક નો બોલ પણ શિવા સિંહે નાખ્યે એટલે કે જોતજોતામાં ઋતુરાજ ગાયકવાડે કુલ આ ઓવરમાં 7 છગ્ગા ફટકાર્યા હતા.
- 48.1 ઓવર- SIX
- 48.2 ઓવર- SIX
- 48.3 ઓવર- SIX
- 48.4 ઓવર- SIX
- 48.5 ઓવર- SIX (NO BALL)
- 48.5 ઓવર- SIX (FREE HIT)
- 48.6 ઓવર- SIX
ઋતુરાજ ગાયકવાડે પોતાની ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યા
- લિસ્ટ A ક્રિકેટમાં પહેલી ડબલ સેન્ચુરી મારી
- લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન કર્યા (43 રનની બરાબરી)
- એક ઓવરમાં 7 છગ્ગા ફટકારનારો પહેલો બેટર બન્યો
- લિસ્ટ A ક્રિકેટમાં ડબલ સેન્ચુરી મારનારો 11મો ઈન્ડિયન પ્લેયર બન્યો
ઋતુરાજ ગાયકવાડની સફર…
25 વર્ષીય ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રનો છે. તે IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાંથી રમે છે. જ્યારે ઈન્ડિયન ટીમમાં ઋતુરાજ ગાયકવાડ વનડે અને T20 ફોર્મેટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. લિસ્ટ A ક્રિકેટમાં ઋતુરાજ ગાયકવાડ આક્રમક છબી ધરાવે છે.
ADVERTISEMENT