નવી દિલ્હી : લિયોનેલ મેસીની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનિયન ટીમે હાલમાં જ યોજાયેલા ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં ઇતિહાસ રચી દીધો છે. આ વર્લ્ડ કપ કતારમાં થયો હતો. જ્યાં 18 ડિસેમ્બરે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં આર્જેન્ટિનાએ ફ્રાંન્સને પેનલ્ટી શુટઆઉટમાં 4-3 થી હરાવીને ખિતાબ જીતી લીધો હતો. આ ઐતિહાસિક જીત બાદ આર્જેન્ટીના સહિત સમગ્ર વિશ્વમાં ઉજવણીનો માહોલ છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સમાં હજારની નોટમાં તસવીર છાપવા
બીજી તરફ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, આર્જેન્ટિના સરકાર પોતાના દેશની નોટો પર મેસીની તસવીર લગાવવા અંગે વિચારણા કરી રહી છે. આ પ્રકારના રિપોર્ટ્સ વાયરલ થઇ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સેન્ટ્રલ બેંક ઓફ આર્જેન્ટિનાએ આ પ્રકારનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. જેમાં હજારની નોટ પર મેસીની તસવીર લગાવવા અંગેની વાત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા આર્જેન્ટીનાએ 1978 અને 1986 માં ખિતાબ જીત્યો હતો. એવામાં 1978 દરમિયાન પણ બેંકે ખુશીની ઉજવણી માટે સિક્કાઓ બહાર પાડ્યા હતા. એવામાં આ વખતે બેંક કંઇક નવું કરવા અંગે વિચારણા કરી રહી છે. તેનો ખુલાસો આર્જેન્ટીનાના ન્યૂઝ પેપર એલ ફાઇનાન્સિએરોએ પોતાના અહેવાલમાં કર્યો છે.
ન્યૂઝ પેપરે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, સેન્ટ્રલ બેંક ઓફ આર્જેન્ટિના પાસે અનેક વિકલ્પો પૈકી એક એ પણ છે કે, 1000 રૂપિયાની નોટ પર મેસીની તસવીર લગાવે. જેમાં મેસીના ટીશર્ટનો નંબર 10 પણ દેખાઇ જશે. આ નંબર હજારની શરૂઆતના બે આંકડા 10 હશે. સાથે જ આ નોટ પર LA SCALONETA શબ્દ પણ હશે. જે આર્જેન્ટીનાનું બીજુ નામ છે.
કતરની મેજબાનીમાં રમાયેલા ફીફા વર્લ્ડ કપમાં લિયોનેલ મેસીએ કુલ 7 ગોલ ફટકાર્યા હતા. તેમણે ફાઇનલ મેચમાં બે ગોલ કર્યા હતા. આ બંન્ને ગોલ 23 મી અને 108 મી મિનિટે આવ્યા હતા. આર્જેન્ટીના માટે એક ગોલ એન્જલ ડી મારિયાએ 36 મી મિનિટે કર્યું હતું. જ્યારે ફાઇનલમાં ફ્રાંસ માટે કિલિયન એમ્બાપ્પેએ ત્રણ ગોલ ફટકાર્યા હતા. આ પ્રકારે મેચ એક્સ્ટ્રા ટાઇમ બાદ 3-3 થી ટાઇ રહી હતી. ત્યારે પેનલ્ટી શુટઆઉટમાં આર્જેન્ટિના ચેમ્પિયન બની હતી.
વર્લ્ડ કપ ઇતિહાસમાં આર્જેન્ટીના ટીમમાં પોતાનો ત્રીજો ખિતાબ જીત્યો છે. મેસીની કેપ્ટન્સીવાળી આર્જેન્ટિનિયન ટીમે આ અગાઉ 1978 અને 1986 માં ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત આર્જેન્ટિના ત્રણ વખત (1930,1990,2014) રનરઅપ પણ રહી ચુક્યું છે. જ્યારે ફ્રાંસની ટીમ સતત બીજી અને ઓવરઓલ ત્રીજીવાર ખિતાબ જીતવાથી હાથવેંત દુર રહી હતી. આ અગાઉ ફ્રાંસની ટીમ 1998 અને 2018 માં ચેમ્પિયન બની હતી.
ADVERTISEMENT