લખનઉ : ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ખુબ જ ચર્ચામાં છે. આ વિવાદ હાલ વિવિધ કોર્ટના ધક્કે ચડેલો છે. તેના ASI સર્વે પર હાઇકોર્ટ દ્વારા 3 ઓગસ્ટે ચુકાદો આવે તેવી શક્યતા છે. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે મોટુ નિવેદન આપ્યું છે. યોગીએ કહ્યું કે, જો તેને મસ્જિદ કહેશો તો ખુબ જ વિવાદ થશે.
ADVERTISEMENT
સમાચાર એજન્સી ANI ને આપેલા ઇન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, જો આપણે તેને મસ્જિદ ન કહેવી જોઇએ. જે લોકોને ભગવાને દ્રષ્ટી આપી છે તે જોઇ શકે છે કે, મસ્જિદમાં ત્રિશુલ છે, વિવિધ દેવતાઓની મુર્તિઓ છે. દિવાલો બુમો પાડી પાડીને કહી રહી છે કે આ હિંદુ મંદિર છે. મુસ્લિમ સમાજ તરફથી આ પ્રસ્તાવ આવવો જોઇએ કે ઐતિહાસિક ભુલ થઇ છે, તેનુ નિરાકરણ આવવું જોઇએ.
ડૉ.એસ.ટી હસને પણ મુખ્યમંત્રીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 2024 ની તૈયારીઓ ચાલી રહી છે. જો ત્યાં 350 વર્ષથી નમાજ થઇ રહી છે તો તેને મસ્જિદ નહી તો શું કહેશો. મુખ્યમંત્રીએ આવું નિવેદન ન આપવું જોઇએ. તે મંદિર છે કે મસ્જિદ તે તપાસમાં સ્પષ્ટ થશે. જો સંસદ પર તમે ત્રિશુલ બનાવશો તો સંસદ ત્રિશુલ થઇ જશે. મુસ્લિમોએ હંમેશા મોટુ મન રાખ્યું છે, બાબરીના કિસ્સામાં પણ આવું જ બન્યું છે.
ADVERTISEMENT