નવી દિલ્હી : મણિપુરમાં 2 મહિલાઓને નગ્ન પરેડ કરવવાનો મુદ્દો ખુબ જ ચર્ચામાં છે. સમગ્ર દેશમાં તેના ઘેરા પડઘા પડી રહ્યા છે. પીએમ મોદી પણ આ સમગ્ર મામલે ખેદ વ્યક્ત કરી ચુક્યા છે. બીજી તરફ વિપક્ષે આ મુદ્દે સંસદના બંન્ને સદનોમાં ધમાલ મચાવી છે. સમગ્ર રાષ્ટ્રવ્યાપી આ મુદ્દે હવો ખુબ જ મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
નવા ચોંકાવનારા ખુલાસા અનુસાર આ બે મહિલાઓ પૈકી એક મહિલાનો પતિ ઇન્ડિયન આર્મી હતા. માત્ર આર્મીમાં હતા તેટલું નહી પરંતુ તેઓ કારગીલ યુદ્ધ પણ લડી ચુક્યા છે. તેઓએ એક સમાચાર ચેનલ સાથે ચર્ચામાં કહ્યું કે, હું આખા દેશની આબરૂ માટે લડ્યો પરંતુ હું મારી પત્નીની આબરુ ન બચાવી શક્યો. આ મારા જીવનની સૌથી દર્દનાક ક્ષણ છે. મે આખા દેશની આબરૂ માટે લડ્યો પરંતુ દેશ મારા ઘરની આબરુ ન બચાવી શક્યો.
ટોળું આવ્યું અને અમને ઢોર માર મારવામાં આવ્યો. તેઓ પાસે ઘાતક હથિયારો હતા. ટોળા દ્વારા મહિલાઓને કપડા ઉતારવા માટે મજબુર કરવામાં આવી. ત્યાર બાદ ટોળું મહિલાઓને લઇને ચાલતું થતું. હાલ તો આ મામલે ખુલાસો થયા બાદ આ મામલો વધારે ગંભીર બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે એક પીડિત મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેઓ બચીને ભાગ્યા ત્યારે પોલીસ તેમને મળી. પરંતુ અન્ય સમુદાયે જ્યારે અટકાવ્યા તો પોલીસે તે બંન્ને મહિલાઓને સામેથી જ ટોળાને સોંપી દીધી હતી.
ADVERTISEMENT