The patient escaped with the ambulance : હોસ્પિટલમાં દાખલ થયેલો એક દર્દી ફરાર થઇ ગયો હતો. સારવાર દરમિયાન જ તે હોસ્પિટલની બહાર નિકળ્યો અને એમ્બ્યુલન્સ ચોરી કરીને ભાગી ગયો. તેણે ત્યારે દર્દીના કપડા જ પહેરેલા હતા. હાથ પર બાટલો ચડાવવાની નળી પણ લાગેલી હતી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ઘટના અમેરિકાના વર્જિનિયાનો છે. આ ઘટના સોમવારે થઇ હતી. અધિકારીઓએ આ અંગે અધિકારીક માહિતી આપી હતી. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર ઘટના રાત્રે 09.30 વાગ્યે ઇનોવા ફેયફેક્સ હોસ્પિટલની બહાર બની હતી. આ હોસ્પિટલમાં ફરાર આરોપીની સારવાર ચાલી રહી હતી.
ADVERTISEMENT
ફેયરફેક્સ કાઉન્ટી પોલીસ વિભાગે શંકાસ્પદની હોસ્પિટલની બહાર લેવાયેલી તસ્વીરને શેર કરીને કહ્યું હતું કે, ત્યા સુધી તે ડિસ્ચાર્જ નહોતો થયો. તેના હાથમાં આઇવી પણ હતી. સારવાર ચાલી રહી હતી. તે એક ખાનગી એમ્બ્યુલન્સ લઇને ફરાર થઇ ગયો હતો. જો કે તપાસ કરા એમ્બ્યુલન્સ તો મળી આવી હતી પરંતુ શંકાસ્પદ વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. પોલીસે તેની ઓળખ 32 વર્ષના રિકી લેવે તરીકે કરી છે. તેની ઓળખમાં જણાવાયું છે કે, તે એક અશ્વેત શખ્સ છે. માથા પર વાળ નથી અને હાથમાં ટેટુ છે.
કથિત દારૂબંધી અને ચમરબંધીઓને નહી છોડાયના દાવા વચ્ચે ત્રણ જિલ્લામાં આખી રાત એમ્બ્યુલન્સ ધમધમતી રહી
પોલીસે જણાવ્યું કે, આ વ્યક્તિ જે વાહનથી યાત્રા કરી રહ્યો હતો તેનો અકસ્માત થઇ ગયો હતો. પોલીસનો અંદાજ છે કે, તે પણ ચોરીનું જ વાહન હોઇ શકે છે. સ્થાનિક પોલીસના અનુસાર વાહનની તપાસ કરતા તેમાંથી 2 બંધુક અને નશીલા પદાર્થો મળી આવ્યા છે. જેની હાલ તપાસ ચાલી રહી છે. રાત્રે 11.30 વાગ્યે પ્રિંસ વિલિયમ કાઉન્ટિમાં જોવા મળ્યો હતો. હવે તેની શોધખોળ વધારે ઝડપી કરી દેવાઇ છે. પોલીસ વિભાગ હેલિકોપ્ટરની પણ મદદ લઇ રહ્યું છે. પોલીસે આ વ્યક્તિ ક્યાંય દેખાય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે.
PM Modi In Varanasi: એમ્બ્યુલન્સ જોઇને અટક્યો PM નો કાફલો, વારાણસીમાં રોડશો
ADVERTISEMENT