નવી દિલ્હી : બોમ્બે હાઇકોર્ટના સેકન્ડ સિનિયર મોસ્ટ જજ રાહુલ દેવે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. ન્યાયમૂર્તિ એમડબલ્યૂ ચંદવાણી સાથે ખંડપીઠનું નેતૃત્વ કરતા ન્યાયમૂર્તિ રાહુલ દેવે આજે બપોરે કોર્ટ રૂમમાં જ પોતાનાં રાજીનામાની જાહેરાત કરી હતી. ભર કોર્ટમાંરાજીનામાની જાહેરાત કરતા ચકચાર મચી ગઇ હતી. કોર્ટમાં હાજર વકીલોના અનુસાર, ન્યાયમૂર્તિ દેવે કહ્યું કે, ત્યાં હાજર વકીલ તેમના પરિવાર જેવા છે. તેમણે પોતાના ડાયસ પરથી જ રાજીનામું આપ્યું હતું.
ADVERTISEMENT
રાજીનામા સમયે કોર્ટ રૂમમાં હાજર વકીલે જણાવ્યું કે, રાજીનામું આપતા જસ્ટિસ દેવે કહ્યું કે, “જે લોકો કોર્ટમાં હાજર છે, હું તમારી દરેકની માફી માંગુ છું. મે તમને ક્યારેક ટોક્યા કારણ કે હું ઇચ્છતો હતો કે તમે સુધરી જાઓ. હું તમને કોઇને ઠેસ પહોંચાડવા નહોતો માંગતો કારણ કે તમે તમામ મારા માટે એક પરિવાર સમાન છો. આજે મને કહેતા દુખ થાય છે કે, મે મારુ રાજીનામું ધર્યું છે. હું મારા સ્વાભિમાન વિરુદ્ધ કામ નથી કરી શકતો. તમે લોકો સખત મહેનત કરો.”
નાગપુર બાર એસોસિએશન હાઇકોર્ટના વડા અને નાગપુરમાં વકીલ અતુલ પાંડે જસ્ટિસ દેવના રાજીનામાની વાતને કન્ફર્મ કરી હતી. ન્યાયમૂર્તિ દેવની આગેવાનીવાળી ખંડપીઠે કથિત માઓવાદી લિંક મામલે દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જી.એન સાઇબાબા અને પાંચ અન્યને આરોપમુક્ત કર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલો કોઇ અન્ય પીઠને સોંપવાના વિશિષ્ઠ નિર્દેશો સાથે કેસને પરત મોકલી આપ્યો હતો.
તેમણે હાલમાં જ આપેલા ચુકાદામાં મહારાષ્ટ્ર સરકારને સમૃદ્ધી એક્સપ્રેસવે યોજના પર કામ કરનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહીને રદ્દ કરવાનો અધિકાર આપનારા સરકારી પ્રસ્તાવના પ્રભાવ પર પ્રતિબંધ લગાવવાનો પણ સમાવેશ થાય છે. ન્યાયમૂર્તિ દેવનો જન્મ 5 ડિસેમ્બર, 1963 ના રોજ થયો હતો. તેમને જુન 2017 માં પીઠમાં પદોન્નત થતા પહેલા મહારાષ્ટ્રના મહાધિવક્તા તરીકે કાર્ય કર્યું હતું. તેઓ 4 ડિસેમ્બર, 2025 ના રોજ સેવાનિવૃત થવાના હતા. જો કે અચાનક તેઓએ રાજીનામું આપી દીધું હતું.
ADVERTISEMENT