અલવર : રાજસ્થાનના અલવરમાં રૂમનું હીટર એક પરિવાર માટે કાળ સાબિત થયું હતું. પતિ-પત્ની પોતાની બે મહિનાની માસુમ બાળકીની સાથે રૂમમાં સુઇ ગયા હતા. તેમણે ઠંડીથી બચવા માટે રૂમમાં હીટર ચાલી રહ્યું હતું. રાત્રે હીટરથી આગ લાગી ગઇ હતી. જેના કારણે પિતા-પુત્રીના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનામાં આખો પરિવાર ખતમ થઇ ગયો હતો.
ADVERTISEMENT
હસ્તો રમતો પરિવાર હિટરના કારણે સળગીને ખાખ થયો
ઘટના મુંડાના ગામની છે. અહીં રહેતો દીપકના જયપુરની સંજુ સાથે 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. બે મહિના પહેલા તેના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. દીપક અને સંજુ રુમમાં હીટર ચલાવીને સુઇ રહ્યા હતા. રાત્રે અચાનક હીટરના કારણે આગ લાગી ગઇ હતી. જેના કારણે દિપક અને તેની પુત્રી નિશિકાનું રૂમમાં જ મોત નિપજ્યું હતું. જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.
પિતા-2 માસની પુત્રીનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત
સારવાર માટે મહિલાને હોસ્પિટલ લવાઇ હતી. રાજીવ ગાંધી હોસ્પિટલમાં મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે જણાવ્યું કે, રાત્રે લગભગ ડોઢ વાગ્યે વધારે હિટિંગ થવાના કારણે કપડામાં આગ લાગી ગઇ હતી. ત્યાર બાદ આગ ઝડપથી ફેલાઇ ગઇ અને રજાઇ સુધી પહોંચી હતી. બુમાબુમ સાંભળી ગામના લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા. જો કે ત્યાં સુધીમાં સમગ્ર રૂમ સળગી ચુક્યું હતું. ગ્રામીણોએ જેમ તેમ કરીને મહિલાને બહાર કાઢી હતી.જો કે પિતા-પુત્રીનાં મોત થઇ ચુક્યાં હતા. સારવાર દરમિયાન મહિલાનું પણ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT