અમદાવાદ : રાહુલ ગાંધીની એક ટિપ્પણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતી ફરી એકવાર ચર્ચામાં આવી ચુકી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી જન્મથી OBC નથી. જેના પહલે એકવાર ફરી વિવાદનો મધપુડો છંછેડાયો છે. રાહુલે દાવો કર્યો કે, પીએમ પોતે ઓબીસી હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોરે છે. પીએમ મોદીનો જન્મ તેલી જાતિમાં થયો હતો. જેને ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન 200 માં OBC કેટેગરીમાં સમાવાઇ હતી. આ પ્રકારે મોદીજી જન્મથી ઓબીસી નથી.
ADVERTISEMENT
કોંગ્રેસે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા 1 જાન્યુઆરી, 2022 ના રોજ બહાર પડાયેલા ગુજરાત સરકારના પરિપત્રને ટાંક્યો છે. જેમાં મોઢ ઘાંચી સમાજને ઓબીસીમાં સમાવવા માટેનો પરિપત્ર પણ સાથે છે. જો કે આ વિવાદ સૌપ્રથમ ત્યારે ઉદ્ભવ્યો જ્યારે નીતિન પટેલે દાવો કર્યો કે, ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે 25 જુલાઇ, 1994 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં 36 જાતિઓને ઓબીસીમાં સમાવવામાં આવી હતી. તેમાં મોઢ જાતિનો ઉલ્લેખ કરાયો છે.
જ્યારે 36 જાતિનો સમાવેશ થયો ત્યારે સરકાર પેટા જ્ઞાતિ તરીકે સમાવવાનું ભુલી
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે ગુજરાત સરકારે ઘાંચી સહિત કુલ 36 જાતિઓને ઓબીસીની યાદીમાં સમાવી ત્યારે છબીલદાસ મહેતાની સરકાર હતી. પીએમ મોદી જે જ્ઞાતિમાંથી આવે છે તે મોદી સમાજ મોઢ ઘાંચી જાતીની જ એક પેટા શાખા છે. ઓબીસી સમાજમાં ઉમેરવા માટે પરિપત્ર બહાર પડાયો ત્યારે મોદી ગુજરાતના સીએમ હતા. જો કે આ સરકારની શરત ચુક કહી શકાય કે મોદી કે જે ઘાંચી જ્ઞાતિની જ એક પેટા શાખા છે તેનો સમાવેશ ઓબીસીમાં થઇ જવો જોઇતો હતો. પરંતું તે ન થયો અને તેના કારણે મોઢ ઘાચી જ્ઞાતિને તેને સમાવવા માટે અલગથી પરિપત્ર બહાર પાડવો પડ્યો બીબીસી દ્વારા આ દાવો ગુજરાતના એક ઉચ્ચ અધિકારીને ટાંકીને કરવામાં આવ્યો.
ADVERTISEMENT