ભાજપ નેતા પર બળાત્કારનો આરોપ લગાવનાર યુવતીએ કોર્ટમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ધારાસભ્યએ પહેલા માતા અને પછી પુત્રીને પણ પોતાની હવસનો શિકાર બનાવ્યો યુવતીની માતાએ અગાઉ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, હવે યુવતીએ પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ ગજેન્દ્રસિંહ વિરુદ્ધ…

BJP MLA Gajendrasinh Parmar

BJP MLA Gajendrasinh Parmar

follow google news
  • ધારાસભ્યએ પહેલા માતા અને પછી પુત્રીને પણ પોતાની હવસનો શિકાર બનાવ્યો
  • યુવતીની માતાએ અગાઉ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, હવે યુવતીએ પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  • ગજેન્દ્રસિંહ વિરુદ્ધ લાંબા સમયથી ફરિયાદ પરંતુ કાર્યવાહીના નામે મીંડુ

અમદાવાદ : પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર અને સાબરાકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ 4 લોકો સામે મહિલા દ્વારા છેડતીની ફરિયાદ દાખલ કરાવાઇ હતી. આ કેસ મામલે જોધપુર કોર્ટમાં મુદ્દત હોઇ મહિલા જોધપુર કોર્ટ પહોંચી હતી. જ્યાં મહિલા દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા મહિલાને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા થોડા સમય માટે કોર્ટ સંકુલમાં બધાનો જીવ અધ્ધર થઇ ગયો હતો.

ચાર હાઇપ્રોફાઇલ લોકો સામે થઇ હતી રેપની ફરિયાદ

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સહિત 4 લોકો સામે રાજસ્થાનમાં સગીરા દ્વારા છેડતીની ફરિયાદ દાખલ કરાઇ હતી. વર્ષ 2020 ની સમગ્ર ઘટનાને પગલે રાજસ્થાનના સિરોહીમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ કરનાર કિશોરીની માતાએ ગત્ત વર્ષે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પીડિતાની માતાએ પણ પૂર્વ મંત્રી સાથે શારીરિક સંબંધના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ગજેન્દ્રએ પહેલા માતા અને પછી પુત્રીને પણ હવસનો શિકાર બનાવી

પીડિતાની માતાનો આરોપ હતો કે, ગજેન્દ્રસિંહ સાથે તેમના શારીરિક સંબંધો હતા. જો કે ગજેન્દ્રસિંહે 2020 માં મહિલાની દિકરીને આઇસ્ક્રીમ ખાવાના બહાને શારીરિક અડપલા તથા જબરજસ્તી કરી હતી. આ બાબતે ગંભીર આક્ષેપ કર્યા છે. આ લોકોના ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતા ફરિયાદ દાખલ થઇ નહોતી. કોર્ટમાં અરજી બાદ ગુનો નોંધવાનો આદેશ કોર્ટે આપ્યા બાદ પોલીસે કમને કેસ દાખલ કર્યો હતો.

    follow whatsapp