મધ્યપ્રદેશના જબલપુરમાં ડબલ મર્ડરમાં નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. વિવિધ સ્થળ પર 800 થી વધારે સીસીટીવી કેમેરા થકી પોલીસે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. પ્રેમી સાથે ફરાર પુત્રી પણ શંકાસ્પદ જણાઇ હતી.
ADVERTISEMENT
મધ્યપ્રદેશના જબલપુરમાં ડબલ મર્ડરનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હત્યાનો આરોપી યુવક સાથે મૃતકની પુત્રી પણ સામે હોય તેવી પોલીસને આશંકા છે. તેનું અપહરણ નહી પરંતુ તે પોતે જ આરોપી સાથે ભાગી ગઇ હોય તેવી શક્યતા છે. પોલીસને કેટલાક શંકાસ્પદ સીસીટીવી ફુટેજ મળ્યા છે. જેના કારણે અપહરણની આશંકા લાગતી નથી. કેમેરામાં યુવતી આરોપી સાથે ગેટની બહાર જતી જોવા મળી અને સાથે મરજીથી જ ફરી રહી હોવાનું લાગી રહ્યું છે.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીઓના દરેક લોકેશનને ફોલો કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, ઘટના સ્થળેથી શહેરના વિવિધ સ્થળોએ 800 થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનની સાથે ક્રાઇમબ્રાંચની પાંચ જેટલી ટીમો આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે. ઘટનાના 15 માર્ચે હત્યા બાદ આરોપી મુકુલસિંહ બપોરે 12.20 વાગ્યે સ્કુટર પર રેલવેની મિલેનિયમ કોલોનીમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. થોડે દુર ગયા બાદ મૃતક રાજકુમાર વિશ્વકર્માની પુત્રી પણ તેની પાછળ પાછળ ચાલતી રહી હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ તે અચાનક જ દોડીને એક્ટિવા પર ચડી અને આરોપી મુકુલસિંહ સાથે જતી રહી. ત્યાર બાદ આરોપી યુવક અને મૃતકની પુત્રી મદન મહેલ સ્ટેશનના અને અન્ય કંટ્રોલ રૂમના કેમેરામાં કેદ થઇ ગયા હતા. અંદાજ લગાવાઇ રહ્યો છે કે, આરોપીઓ ટ્રેન દ્વારા અન્ય કોઇ શહેર જવા માટે રવાના થયા હતા.
પોલીસ અધિકારીઓની મળતી માહિતી અનુસાર આ હત્યા શુક્રવારે સવારે 3 વાગ્યાથી વહેલી સવાર સુધી કરાઇ હતી. સ્થળ પરથી ગેસ કટર પણ મળ્યું હતું. અંદાજ અનુસાર વહેલી સવારે 3 વાગ્યે હત્યા કરવામાં આવી હોઇ શકે છે. આરોપીઓ પાછલા દરવાજેથી ઘરમાં ઘુસ્યા હતા. બાદમાં રેલવે કર્મચારી રાજકુમાર વિશ્વકર્માની પુત્રી સાથે મળીને હત્યા કરી હતી. રાત્રે 3થી 8 વાગ્યા સુધી આરોપી અને મૃતકની પુત્રી ફ્લેટમાં હાજર હતા. દરમિયાન આરોપીએ 9 વર્ષના બાળકની પણ હત્યા કરી અને તેના ટુકડા ફ્રિજમાં મુકી દીધા હતા.
રાજેશકુમાર વિશ્વકર્માના મૃતદેહને પોલીથીનમાં લપેટીને રસોડામાં મુકાયા હતા. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. હાલ તો સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ સમગ્ર ઘટનાને કારણે ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT