116 વર્ષ પહેલા ભારતમાં થયો હતો પ્રથમ ટ્રેન અકસ્માત, થયું હતું કંઈક આવું

નવી દિલ્હી: ટ્રેન મુસાફરીને હજુ પણ દેશમાં મુસાફરીનો સૌથી સુરક્ષિત મોડ માનવામાં આવે છે. પરંતુ ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાએ લોકોની ઊંઘ હરામ કરી…

gujarattak
follow google news

નવી દિલ્હી: ટ્રેન મુસાફરીને હજુ પણ દેશમાં મુસાફરીનો સૌથી સુરક્ષિત મોડ માનવામાં આવે છે. પરંતુ ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે જ્યારે 1100 લોકો હજુ પણ ઘાયલ છે. આ મામલે સીબીઆઈની તપાસ શરૂ થઈ છે, જેમાં માલસામાન ટ્રેનના ટ્રેક પર પેસેન્જર ટ્રેનને કેવી રીતે ગ્રીન સિગ્નલ મળ્યું તેના જવાબો માંગવામાં આવશે. આ અકસ્માત પાછળ કોણ જવાબદાર છે અને સેંકડો લોકોના મોત પાછળ કોની ભૂલ સામેલ છે. ત્યારે ટ્રેન અકસ્માતના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 116 વર્ષ પહેલા પ્રથમ વખત થયો હતો ટ્રેનનો અકસ્માત

જો કે દેશમાં રેલ અકસ્માતોનો ઈતિહાસ જૂનો છે. 1981માં બિહારમાં બાગમતી નદી પર થયેલા ટ્રેન અકસ્માતે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. નદી પરનો પુલ પાર કરતી વખતે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને મુસાફરો સહિત આખી ટ્રેન નદીમાં ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 750થી વધુ લોકોના મોત થયા હતા.

1907માં થયો હતો પ્રથમ ટ્રેન અકસ્માત
દેશમાં રેલ્વે અકસ્માતોના ઈતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 1907માં પહેલીવાર બે ટ્રેનની ટક્કરથી 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 24 ઓક્ટોબરે કોટ લખપત (હાલ પાકિસ્તાનમાં) ખાતે એક પેસેન્જર ટ્રેન માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. પેસેન્જર ટ્રેનના ઘણા ડબ્બા એકની ઉપર ચઢી ગયા હતા. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 27 લોકો ઘાયલ થયા છે.

ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવવો એ ગંભીર બાબત છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે ટ્રેક પર હાજર ટ્રેનની જાણકારી વિના અન્ય ટ્રેન તે જ ટ્રેક પર કેવી રીતે આવે છે. પ્રશ્ન એ છે કે તેનો ઉકેલ શું છે. છેલ્લા 8 વર્ષમાં બે ટ્રેનો એકબીજા સાથે અથડાવાના 22 કેસ નોંધાયા છે. હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં દોષિત અધિકારીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં

    follow whatsapp