નવી દિલ્હી : ચંદ્રયાનને ચંદ્ર પહોંચાડવામાં અનેક વૈજ્ઞાનિકોએ અથાગ મહેનત કરી છે. જો કે ISRO ચીફ એસ. સોમનાથનું પણ ખુબ જ સન્માન થઇ રહ્યું છે. સમગ્ર દેશમાં તેમની વાહવાહી થઇ રહી છે. ત્યારે તેઓ એક ફ્લાઇટમાં જ્યારે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનું ભવ્ય અને ઉમળકાભેર સ્વાગત થયું હતું. ફ્લાઇટ અટેન્ડન્ટે એનાઉન્સ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. હાલ તો આ હૃદય સ્પર્શી વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો
સોશિયયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં લખાયું છે કે, ઇસરોના ચેરપર્સન એસ.સોમનાથ અમારી ઇન્ડિગો ફ્લાઇટમાં આવ્યા. તેમની સેવા કરવાનો લ્હાવો મળ્યો. અમારી ફ્લાઇટમાં નેશનલ હીરોનું હંમેશા સન્માન અને સ્વાગત કરવામાં આવે છે. ત્યાર બાદ એર હોસ્ટેસે અન્ય પ્રવાસીઓ સાથે પણ તેમનો પરિચય કરાવ્યો હતો.
એર હોસ્ટેસે પરિચય કરાવતા સમગ્ર પ્લેનના લોકોએ એસ.સોમનાથને વધાવ્યા
વીડિયોમાં એર હોસ્ટેસ બોલે છે કે, મને જણાવતા આનંદ થાય છે કે, ફ્લાઇટમાં આપણી સાથે ઇસરો ચીફ એસ. સોમનાથ છે. ત્યાર બાદ ફ્લાઇટમાં બેઠેલા દરેક વ્યક્તિ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. ફ્લાઇટ એટેન્ડન્ટ કહે છે કે, સર તમે ઇન્ડિયોમાં મુસાફરી કરી તે અમારા માટે ગર્વની બાબત છે, કારણ કે તમે અને તમારી ટીમે સમગ્ર દેશને ગર્વવાન્વિત કર્યો છે અને તે બદલ તમારો ખુબ ખુબ આભાર.
ADVERTISEMENT