લોસ એન્જેલસ: આખરે એ દિવસ આવી ગયો જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. 95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2023 એ ભવ્ય ઓપનિંગ બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. લોસ એન્જલસમાં આયોજિત આ એવોર્ડ શોમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. રેડ કાર્પેટ પર સ્ટાર્સ તેમના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ પણ ઓસ્કાર 2023માં હોલીવુડના જાણીતા સ્ટાર્સ વચ્ચે ધૂમ મચાવી રહી છે. દીપિકા આ વર્ષે પ્રેજન્ટર તરીકે સમારોહનો ભાગ બની છે.
ADVERTISEMENT
બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ
પ્રોડ્યુસર ગુનીત મોંગાની શોર્ટ ફિલ્મ “ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ”એ જીત્યો બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એવોર્ડ.
ઓસ્કાર્સમાં નાટુ-નાટુનું પરફોર્મન્સ
ભારતીય ફિલ્મ RRR ઓસ્કાર 2023માં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આ વર્ષે ડાયરેક્ટર એસ.એસ રાજામૌલીની ફિલ્મ RRRને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. RRR આ શ્રેણીમાં નામાંકન મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. ચાહકોએ તેની જીત પર તેમની આશાઓ બાંધી છે. આજના સમારોહમાં નાટુ નાટુ ગીતનું લાઇવ પરફોર્મન્સ થયું હતું, જે કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલિંગ
હોલીવુડ અભિનેતા બ્રેન્ડન ફ્રેઝરની ફિલ્મ ધ વ્હેલને બેસ્ટ મેક-અપ અને હેરસ્ટાઈલનો એવોર્ડ મળ્યો હતો.
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી
હોલીવુડ ફિલ્મ ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટે શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મને ઓસ્કાર 2023માં સર્વોચ્ચ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.
શ્રેષ્ઠ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ
શ્રેષ્ઠ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ શોર્ટ ફિલ્મ એન આઇરિશ ગુડબાયને મળ્યો. ભારતની ફિલ્મ The Elephant Whispers આ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી, પરંતુ અફસોસ તે જીતી શકી ન હતી.
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ
ઓસ્કાર વિજેતા રિઝ અહેમદ અને રેપર આમિર ક્વેસ્ટલોવે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મનો એવોર્ડ આપ્યો. ભારતની ડોક્યુમેન્ટરી ફિલ્મ ઓલ ધેટ બ્રેથ્સ આ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. જોકે આ ફિલ્મ જીતી શકી નથી.
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
જેમી લી કર્ટિસને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. જેમીને ફિલ્મ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ ફિલ્મમાં તેના અદ્ભુત કામ માટે આ એવોર્ડ મળ્યો છે. તેણે પોતાની ફિલ્મની આખી ટીમનો આભાર માન્યો હતો.
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
એક્ટર કે હ્યુ કુઆને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીત્યો. આ તેમનો પહેલો ઓસ્કાર એવોર્ડ છે. વિનિંગ સ્પીચ આપતી વખતે એક્ટર રડી પડ્યો હતો. તેણે ચાહકોને તેમના સપનાઓને હંમેશા જીવંત રાખવાનો સંદેશ આપ્યો કારણ કે એક દિવસ તે સાકાર થશે.
ઓસ્કાર 2023ની પ્રથમ એવોર્ડ વિજેતા ફિલ્મ
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મનો એવોર્ડ ડાયરેક્ટર Guillermo del Toro ની ફિલ્મ Pinocchioએ જીત્યો છે.
દીપિકા ઓસ્કાર 2023માં છવાઈ જવા તૈયાર
દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર તેનો લુક શેર કર્યો છે. બ્લેક ગાઉન અને ડાયમંડમાં સજ્જ દીપિકાનો લુક અદભૂત છે. દીપિકાના આ લુક પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. તેમણે એક્ટ્રેસને ગોર્જિયસ, બ્રેથ ટેકિંગ અને ક્વીન બતાવી છે.
ADVERTISEMENT