નવી દિલ્હી : પાકિસ્તાન મુળના કેનેડિયન લેખક અને સ્તંભકાર તારિક ફતેહનું (Tarek Fatah) સોમવારે નિધન થઇ ગયું હતું. લાંબા સમયથી તેઓ બિમાર હતા. તેમની પુત્રીએ તેમના નિધનની પૃષ્ટી કરી છે. તારીકની પુત્રી નતાશાએ ટ્વીટ કરીને કહ્યું કે, પંજાબનો સિંહ, હિન્દુસ્તાનનો પુત્ર અને કેનેડાનો પ્રેમી, સત્યનો પ્રહરી ન્યાય માટે લડનારો. શોષિતો અને વંચીતોનો અવાજ તારિક ફતેહ હવે નથી રહ્યા.
ADVERTISEMENT
ફતેહનો 1949 માં બોમ્બેમાં થયો હતો જન્મ
તારિક ફતેહનો જન્મ 20 નવેમ્બર, 1949 ના રોજ કરાંચીમાં થયો હતો. તેમનો પરિવાર બંબઇ (હવે મુંબઇ) નો રહેવાસી હતો. જો કે જ્યારે આઝાદી બાદ બે દેશોનું વિભાજન થયું ત્યારે કરાંચી ખાતે જતો રહ્યો હતો. તેમણે કરાચી યુનિવર્સિટીથી બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. જો કે ત્યાર બાદ પત્રકારિતામાં આવી ગયા. એક પાકિસ્તાની ટીવી ચેનલમાં ખોજી પત્રકારિતા કરતા પહેલા 1970 માં તેમણે કરાચી સન નામના અખબાર માટે રિપોર્ટિંગ કર્યું હતું. તેમણે બે વાર જેલ પણ જવું પડ્યું હતું. ત્યાર બાદ તેમણે પાકિસ્તાન છોડી દીધું અને સઉદી અરબમાં સેટલ થઇ ગયા હતા. 1987 માં ફતેહ કેનેડા ગયા હતા.
ADVERTISEMENT