નવી દિલ્હી : કર્ણાટકમાં હુબલીમાં પીએમ મોદીને ફુલોની માળા પહેરાવવાનો પ્રયાસ કરનાર બાળકની ઓળખ થઇ ચુકી છે. આ બાળક છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. પીએમ મોદીને માળા પહેરાવવા માંગતા હતા. ગુરૂવારે પીએમ મોદી રોડ શો જ્યારે હુબલીથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પીએમ મોદી કારની બહાર હતા અને લોકોનું અભિવાદન કરતા જઇ રહ્યા હતા. ત્યારે અછાનક શુક્રવારે એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, પીએમ મોદીનો ખુબ જ મોટો ફેન છે અને મારા માટે દેવતા સમાન છે.
ADVERTISEMENT
રોડ કિનારે રહેલું બાળક તમામ સુરક્ષાને તોડીને પીએમ નજીક પહોંચ્યું
ત્યારે રોડના કિનારે ઉભેલો એક બાળક તમામ સુરક્ષા કર્મચારીઓને પીએમ મોદીને લગભગ નજીક જ પહોંચી ગયો હતો. બાળકોના હાથમાં ફુલોની માળા હતી અને તે કથિત રીતે પીએમ મોદીને મળા પહેરાવવા માંગતો હતો. જો કે પીએમ મોદી સાથે ચાલી રહેલા એસપીજી જવાનોએ તત્કાલ બાળકના હાથમાંથી ફુલોની માળા લઇ લીધી હતી. બાળકને પરત મોકલી દીધો હતો. શરૂઆતમાં તેને પીએમની સુરક્ષામાં ચુક ગણાવાઇ હતી. જો કે કર્ણાટક પોલીસે સુરક્ષામાં ચુક નહી હોવાનું જણાવ્યું હતું.
વિદ્યાર્થીનું નામ કૃણાલ ઘોંગડી છે
છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરનાર બાળકનું નામ કુણાલ ઘોંગડી છે. આ બાળકે કહ્યું, હું પીએમ મોદીને માળા પહેરાવવા માટે ગયો હતો. મે ન્યૂઝમાં સાંભળ્યું હતું કે, મોદીજી આવી રહ્યા છે. જેથી મારી ઇચ્છા તેમને મળવા ઇચ્છતો હતો. જેથી પરિવારના સભ્યોની સાથે ત્યાં હાજર હતો. મોદીજી પોતાની કારમાં હતા ત્યારે હું અને મારા કાકાનો દિકરો આરએસએસના ડ્રેસમાં તેમને માળા પહેરાવવા માંગતા હતા. જેથી હું તેમની પાસે ગયો હતો.
ADVERTISEMENT