કોરોનાના વધતાં સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર સતર્ક, રાજ્યોને આપી આ સૂચના

નવી દિલ્હી: ચીન સહિત દુનિયાના અનેક  દેશોમાં કોરોનાએ ફરી  હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો છે. છેલ્લા એક સપ્તાહમાં  36 લાખ જેટલા કોરોના સંક્રમણના કેસ સામે…

corona

corona

follow google news

નવી દિલ્હી: ચીન સહિત દુનિયાના અનેક  દેશોમાં કોરોનાએ ફરી  હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો છે. છેલ્લા એક સપ્તાહમાં  36 લાખ જેટલા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં પણ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. દુનિયાભરમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે ભારત સરકારે પણ  એક્શન મોડમાં આવી ચૂક્યું છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી NCDC અને ICMRને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે જો કોરોનાના નવા પ્રકારોને સમયસર ઓળખવા હોય તો તેના માટે જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવાની પણ સૂચના આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારને શંકા છે કે કોરોનાના નવા વેરિયન્ટના કારણે ભારતમાં  આગામી દિવસોમાં કેસોમાં અચાનક વધારો થઈ શકે છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને કહ્યું કે જે રીતે વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોઈને સમજી શકાય છે કે કોરોના હજુ ખતમ થયો નથી. આવી સ્થિતિમાં, કોરોનાના વલણ પર નજર રાખવી જરૂરી છે. કોરોનાના નવા પ્રકારોને સમયસર ઓળખવા હોય તો તેના માટે જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવાની પણ સૂચના આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા કેસ?
પાછલા 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં 22,585 કેસ આવ્યા છે. જાપાનમાં 72,297 કેસ, જર્મનીમાં 55,016 કેસ, બ્રાઝિલમાં 29,579 કેસ, દક્ષિણ કોરિયામાં 26,622 કેસ આવ્યા છે. ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં 8213 કેસ નોંધાયા છે અને તાઈવાનમાં 10,359 તથા રશિયામાં 6341 કેસ આવ્યા છે.

શું છે આ જીનોમ સિક્વન્સિંગ ?

સરળ શબ્દોમાં કહીએ તો જીનોમ સિક્વન્સિંગ એ વાયરસના બાયોડેટા જેવું છે. વાયરસ કેવા પ્રકારનો છે, તે કેવા પ્રકારનો વાઈરસ દેખાય છે આ ઉપરાંત વાઈરસ અંગેની ઝનવટ ભરી માહિતી ત્યાંથી મળી શકે છે. વાયરસના વિશાળ જૂથને જીનોમ કહેવામાં આવે છે. વાયરસ વિશે જાણવાની પદ્ધતિને જીનોમ સિક્વન્સિંગ કહેવામાં આવે છે. તેના પરથી જ કોરોનાની નવી સ્ટ્રેઈન સામે આવી છે. નવા વેરિયન્ટ અંગે જાણકારી મળી શકે છે.

જીનોમ સિક્વન્સિંગની ભારતમાં માત્ર આટલી લેબ
વર્ષ 2019થી કોરોનાનું સંક્રમણ શરૂ છે ત્યારે ભારતભરમાં  માત્ર 10 જીનોમ સિક્વન્સિંગ લેબ છે.  આ 10 લેબમાં – ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (નવી દિલ્હી), CSIR-આર્કિયોલોજી ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (હૈદરાબાદ), DBT- ઇન્સ્ટિટ્યૂટ ઑફ લાઇફ સાયન્સ (ભુવનેશ્વર), DBT-ઇન STEM-NCBS (બેંગ્લોર), DBT- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ લેબ્સ ઓફ બાયોમેડિકલ જીનોમિક્સ (NIBMG), (કલ્યાણી, પશ્ચિમ બંગાળ), ICMR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (પુણે).

    follow whatsapp