નવી દિલ્હી : પાકિસ્તાની સીમા હૈદર મામલે (SEEMA HAIDER CASE) માં IB એ સીમા અને સચિનના એક મોટા અસત્ય પરથી પરદો ઉઠાવ્યો છે. આઇબીના અનુસાર સીમા અને સચિને બંન્નેને કહ્યું હતું કે, સીમા 13 મેના રોજ ભારત આવી હતી. તેમણે નેપાળથી ભારતમાં એન્ટ્રી માટે જે સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો, ત્યાંથી રિપોર્ટ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર તે દિવસે બંન્નેએ આ સ્થળો પરથી કોઇ થર્ડ નેશન સિટિઝને એન્ટ્રી નથી લીધી.
ADVERTISEMENT
કેન્દ્રીય એજન્સીઓ અનુસાર 13 મેના રોજ ભારત-નેપાળ સીમા સુનૌલી સેક્ટર અને સીતામઢી સેક્ટરમાં કોઇ પણ થર્ડ નેશ સિટીઝનની હાજરીની માહિતી સામે નથી આવી. સીમા અને સચિને બંન્ને સ્થલોથી ભારતમાં એન્ટ્રીનો દાવો કર્યો હતો. જો કે જ્યારે રેકોર્ડની તપાસ કરવામાં આવી તો તે દિવસના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવ્યા તો ત્યાંથી સીમા દેખાઇ નહોતી.
જો ત્રીજા દેશના કોઇ પણ નાગરિક ભારત-નેપાળ સીમાથી પાર આવે જાય તો બંન્ને દેશોની પોલીસ એક બીજાને આ અંગે માહિતી આપે છે. જો કે એવી કોઇ પણ માહિતી ભારતની પોલીસને મળી નથી. હવે ભારત નેપાળ સીમા પર આવેલ ચારેય આઇસીપી એટલે કે ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટના રેકોર્ડની તપાસ કરવામાં આવી તો થર્ડ નેશન સિટિઝનની એન્ટ્રી અંગે કોઇ માહિતી સામે આવી નથી. ઉપરાંત ભારત નેપાળ સીમા તમામ બસ રૂટ પર 13 મેના રોજ પસાર થનારી બસોના સીસીટીવી ફુટેડની તપાસ કરવામાં આવી રહી છે. જે અંગે સીમા સચિને માહિતી આપી છે.
કોઇ ત્રીજાની મદદથી નેપાળથી ભારતમાં લીધી સીમાએ એન્ટ્રી
સીમા અંગે અન્ય કેટલાક ખુલાસા થયા છે. કોઇ ત્રીજા વ્યક્તિની મદદથી સંપુર્ણ તૈયારી સાથે સીમાને ભારતીય બોર્ડરમાં દાખલ કરવામાં આવી હતી. સીમાએ આ માટે ડ્રેસઅપ પણ કર્યું હતું. તે ગ્રામીણ ભારતીય મહિલા લાગે તે માટે તમામ તૈયારી કરાઇ હતી. જે માટે પ્રોફેશનલ લોકોની મદદ લેવાઇ હતી. સુરક્ષા એજન્સીની નજરોથી બચવા માટે તેણે પોતાના બાળકોને પણ આ પ્રકારે જ તૈયાર કર્યા હતા.
તપાસ એજન્સીઓના અનુસાર આ પ્રકારનું હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે સ્થાનિક સહાયિકા કે સેક્સરેકેટમાં રહેલી કોઇ મહિલા ભારત- નેપાળ સીમા પાર કરવામાં ઉપયોગ કરે છે. આ ઉપરાંત જે ધારાપ્રવાહ ભાષામાં સીમા સતત વાત કરી રહી છે તેવી ટ્રેનિંગ નેપાળમાં રહેતા કોઇ પાકિસ્તાની હેન્ડલરે તે મહિલાને ટ્રેનિગં આપી હોઇ શકે છે. નેપાળ બોર્ડર પાર કરાવીને ભારતમાં બિનકાયદેસર ગતિવિધિઓને અંજામ આપવા માટે મોકલવામાં આવે છે.
ADVERTISEMENT