ભારતીય મુળના Tharman Shanmugaratnam બન્યા સિંગાપુરના રાષ્ટ્રપતિ

Tharman Shanmugaratnam News: ભારતી મુળના થર્મન શનમુગરત્નમે સિંગાપુરના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે. રોયટર્સના અનુસાર ચૂંટણી વિભાગે શનિવારે જાહેરાત કરતા જણાવ્યું કે, તેમણે 70.4…

Tharman Shanmugaratnam new president of singapore

Tharman Shanmugaratnam new president of singapore

follow google news

Tharman Shanmugaratnam News: ભારતી મુળના થર્મન શનમુગરત્નમે સિંગાપુરના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે. રોયટર્સના અનુસાર ચૂંટણી વિભાગે શનિવારે જાહેરાત કરતા જણાવ્યું કે, તેમણે 70.4 ટકા વોટ શેર સાથે જીત પ્રાપ્ત કરી છે.

રોયટર્સના અનુસાર ચૂંટણી વિભાગે શુક્રવારે જાહેરાત કરતા જણાવ્યું કે, શનમુગરત્નમે 70.4 ટકા વોટ સાથે જીત નોંધાવી છે. સિંગાપુરમાં નવમાં રાષ્ટ્રપતિના ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું છે. જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સિંગાપુરમાં 27 લાખ કરતા વધારે મતદાતાઓ હતા. મતદાન કેન્દ્ર રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા અને મતદાન થયું હતું. ત્યાર બાદ મતગણતરી શરૂ થઇ હતી.

બે ઉમેદવાર હતા રેસમાં

66 વર્ષીય થર્મન શનમુગરત્નમ ઉપરાંત રાષ્ટ્રપતિ પદની દોડમાં બે અન્ય ઉમેદવાર સરકારી માલિકીની કંપનીના પૂર્વ રોકાણ પ્રમુખ એનજી કોક સોન્ગ અને સરકારી વીમા કંપનીના પૂર્વ પ્રમુખ ટૈન કિન લિયાનનો પણ સમાવેશ થાય છે.

થર્મન શનમુગરત્નમ રહી ચુક્યા છે સિંગાપુરના ઉપપ્રધાનમંત્રી

થર્મન શનમુગરત્નમ સિંગાપુરના ઉપપ્રધાનમંત્રી રહી ચુક્યા છે. તેમણે શિક્ષણ અને નાણામંત્રીના પદ પણ સંભાળ્યા છે. રાજનીતિમાં 2001 માં આવેલા શનમુગરત્નમે બે દશક કરતા વધારે સમય સુધી સત્તાધારી પાર્ટી પીપલ્સ એક્શન પાર્ટીની સાથે જાહેર ક્ષેત્રના અને મંત્રી પદોના વિવિધ પદો પર કામ કર્યું છે.

હાલના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 13 સપ્ટેમ્બરના રોજ થશે પુર્ણ

સિંગાપુરના હાલના રાષ્ટ્રપતિ હલીમા યાકુબનો કાર્યકાળ 13 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ રહ્યો છે. તેઓ દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ હતા. સિંગાપુરમાં વર્ષ 2017 ના રાષ્ટ્રપતિ ચૂંટણી એક અનામત ચૂંટણી હતી. જેમાં માત્ર મલય સમુદાયના સભ્યોને જ ચૂંટણી લડવાની પરવાનગી હતી

2011 બાદ પહેલી રાષ્ટ્રપતિની ચૂંટણી

આ દરમિયાન હલીમાને રાષ્ટ્રપતિ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા કારણ કે કોઇ અન્ય ઉમેદવાર નહોતા. વર્ષ 2011 બાદ પહેલીવાર સિંગાપુરમાં આ રાષ્ટ્રપતિની ચૂંટણી થઇ રહી છે. સિંગાપુરમાં રાષ્ટ્રપતિ પદ માટે પહેલી ચૂંટણી 28 ઓગસ્ટ, 1993 ના રોજ થઇ હતી.

    follow whatsapp