Jammu Kashmir Police: જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, હેડ કોન્સ્ટેબલ પર થયેલા હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવાઇ છે. હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.
ADVERTISEMENT
Jammu Kashmir Terrorist Attack: જમ્મુ કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓઓએ હુમલાના કારણે એક પોલીસ કર્મચારી ગુલામ મોહમ્મદ ડાર શહીદ થઇ ગયા છે. આતંકવાદીઓએ વેલૂ ક્રાલપોરા ગામમાં તેમના ઘરમાં ઘુસીને ગોળીબાર કર્યો હતો. ડાર પોલીસે હેડ કોન્સ્ટેબલ રુપે તહેનાત હતા.
અજાણ્યા આતંકવાદી હુમલાથી ડાર ગંભીર રીતે ઘાયલ
અજાણ્યા આતંકવાદીઓના હુમલાથી ગુલામ મોહમ્મદ ડાર ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. તેમને સારવાર માટે એસડીએચ તંગમાર્ગ લઇ જવાયા હતા. ગંભીર રીતે જખમી ડારનું મોત નિપજ્યું હતું. આતંકવાદીઓએ ત્રણ દિવસમાં ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે, બીજી તરફ ત્રણ દિવસમાં પોલીસ પર આ બીજો હુમલો છે. રવિવારે શ્રીનગરમાં ઇંસ્પેક્ટર મસૂર અલી પર હુમલો થયો હતો અને જે હોસ્પિટલમાં પણ છે.
Injured Police Personnel #succumbed to his injuries & attained #martyrdom. We pay our rich tributes to the #martyr & stand by his family at this critical juncture. Area has been cordoned off. Search operation going on.@JmuKmrPolice https://t.co/S8QnHXM5uz
— Kashmir Zone Police (@KashmirPolice) October 31, 2023
જમ્મુ-કાશ્મીર પોલીસને શહીદને શ્રદ્ધાંજલી અર્પી
કાશ્મીર જોન પોલીસે પોતાના અધિકારીક X હેન્ડલથી મંગળવારે રાત્રે આશરે આઠ વાગ્યે જણાવ્યું, ઘાયલ પોલીસ કર્મચારીનો જીવ બચી શક્યો નહોતો તેમને વીગતિ પ્રાપ્ત કરી. અમે શહીદને ભાવભીની શ્રદ્ધાંચલી અર્પિત કરીએ છીએ અને આ નાજુક ઘડીમાં તેમના પરિવારની સાથે ઉભા છીએ. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.
પુલવામાં શાકભાજી ખરીદી રહેલા મજુરની ગોળીમારીને હત્યા
આતંકવાદીઓએ સોમવારે પુલવામાં જિલ્લામાં ઉત્તરપ્રદેશના મુકેશ કુમારની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મુકેશ મજુરીનું કામ કરતા હતા. આતંકવાદીઓએ મુકેશ પર તે સમયે હુમલો કર્યો હતો જ્યારે તેઓ પુલવામાંના તુમચી નૌપોરામાં શાકભાજી ખરીદવા માટે બજાર ગયા હતા.
સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુકેશ વણાટકામ સાથે જોડાયેલા હતા અને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે, એક કાર્યક્રમથી ઇત્તર પત્રકારોને કહ્યું હતું કે, ખતરો હજી પણ છે અને આપણે સતર્ક રહેવું પડશે.
ADVERTISEMENT