Ram Mandir : રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર આંતકીઓની ‘કાળી નજર’, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Ram Mandir Inauguration : રામ મંદિરના કાર્યક્રમને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે. 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ આતંકવાદીઓના નિશાના પર છે. આ…

gujarattak
follow google news

Ram Mandir Inauguration : રામ મંદિરના કાર્યક્રમને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે. 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ આતંકવાદીઓના નિશાના પર છે. આ અંગે સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા એજન્સીનું કહેવું છે કે આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેનારા રાજકારણીઓ અને અમલદારો માટે મોટો ખતરો મંડરાય રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓના દાવા મુજબ કટ્ટરવાદી સંગઠનો સતત એવા વિચારને પ્રોત્સાહન આપી રહ્યું છે કે કેન્દ્ર સરકાર અમૂક ધર્મ વિરોધી કાર્ય કરી રહી છે.

તમામ સુરક્ષા એજન્સીઓ સજાગ

રામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ વચ્ચે આ પ્રકારના એલર્ટના કારણે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. જેમાં આ ખતરાને પહોંચી વળવા માટે સમીક્ષા કરવા અને વ્યાપક વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આતંકવાદી સંગઠન અને તેની સાથે સંકળાયેલા તત્વો આસપાસના વિસ્તારોમાં ઘૂસણખોરી ન કરી શકે. સુરક્ષા દળોને આસપાસના વિસ્તારોમાં સતત તકેદારી રાખવા અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.

અયોધ્યા માટે શરૂ થવા જઈ રહી છે આસ્થા ટ્રેન

દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘ ચાલો અયોધ્યા જઈએ…આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા માત્ર ભરત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓની અયોધ્યા જવાની ઈચ્છા છે, ત્યારે વિવિધ શહેરોમાંથી સીધા અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જે આ પ્રકારે છે.’

જાણો કઈ ટ્રેન ક્યારથી થશે શરૂ?

તેઓ જણાવ્યું કે ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર ટ્રેન તારીખ 03 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ભાવનગર-અયોધ્યા-ભાવનગર તારીખ 09 ફેબ્રુઆરીથી, રાજકોટ-અયોધ્યા-રાજકોટ તારીખ 10 ફેબ્રુઆરીથી, અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, તારીખ 10 ફેબ્રુઆરીથી અને સુરત-અયોધ્યા-સુરત તારીખ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે.

અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઈટનો પ્રારંભ

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઇટનો પ્રારંભ થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી સવારે 9.10 મિનિટે ઈન્ડિગોની ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ દરમિયાન કેટલાક યાત્રીઓ રામ, લક્ષ્મણ જાનકી અને બજરંગ બલીના પરિવેશમાં જોવા મળ્યા હતા.આપને જણાવી દઈએ કે, મંગળ, ગુરૂ અને શનિવાર એમ અઠવાડિયાની ત્રણ દિવસની આ સીધી હવાઈ સેવા ઈન્ડિગો દ્વારા શરૂ કરવામાં આવી છે.

    follow whatsapp