Indian journalist Fazil Khan: અમેરિકાના ન્યુયોર્કમાં શુક્રવારે એક દુઃખદ અકસ્માતની ઘટના બની હતી. હાર્લેનમાં શુક્રવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઇ હતી. પ્રાથમિક રીતે ઇલેક્ટ્રીક બાઇકમાં થયેલી શોર્ટ સર્કિટ બાદ આ આગ લાગી હતી. જેના કારણે ભારતીય મૂળના પત્રકારનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
ન્યૂયોર્કમાં ભયાનક આગની ઘટનાથી ચકચાર
ન્યૂયોર્કના હાર્લેમમાં શુક્રવારે એક જીવલેણ આગની ઘટના બની હતી. 27 વર્ષીય ભારતીય વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે મૃતક વ્યક્તિની ઓળખ ફાઝીલ ખાન હોવાની કરી હતી. આ ઉપરાંત વિદેશ મંત્રાલયે મૃતકના મિત્રો અને પરિવારના સંપર્કમાં હોવાની પણ વાત કરી છે.
ભારતીય મુળના પત્રકાર ફાઝીલ ખાનનું મોત
મેનહટનના હાર્લેમમાં છ માળની રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં ફાઝીલ ખાનનું મોત નિપજ્યું હતું. અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, "ન્યુયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનામાં ભારતીય નાગરિક ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું. અમે ફાઝીલ ખાનના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છીએ અને અમે મૃતદેહને ભારત પરત મોકલવા માટે તમામ શક્ય મદદ કરીશું."
લિથિયમ બેટરીમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ
એક રીપોર્ટ અનુસાર શુક્રવારે હાર્લેમ એપાર્ટમેન્ટમાં લિથિયમ બેટરીના કારણે આ ભયાનક આગ ફાટી નિકળી હતી. આગમાં 17 અન્ય લોકો ઘાયલ થયા હતા. ડઝનેક લોકો બિલ્ડિંગમાંથી નીચે કુદ્યા હતા અને કેટલાકને દોરડાની મદદથી બચાવી લેવાયા હતા. જેમને દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. ઘટના વિશે અહેવાલમાં દાવો કરાયો છે કે, જોરદાર આગ લાગી હતી અને લોકો બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. સમગ્ર મામલે હાલ તો તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT