અલવર : વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનના અલવરમાં તણાવ પેદા થઇ ચુક્યો છે. એક હિંદૂ યુવકની હત્યા બાદ સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થઇ ગયો છે. કેટલાક મુસ્લિમ યુવકોએ બે યુવકો પર ચાકુથી તાબડતોડ હુમલો કરી દીધો.
ADVERTISEMENT
વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનના અલવરમાં તણાવ પેદા થઇ ચુક્યો છે. એક હિંદુ યુવકની હત્યા બાદ સાંપ્રદાયિક તણાવ પેદા થઇ ચુક્યો છે. કથિત રીતે કેટલાક મુસ્લિમ યુવકોએ બે દલિત યુવકો પર ચાકુથી તાબડતોડ હુમલો કરી દીધો છે. હુમલામાં યોગેન્દ્ર જાટવ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થઇ ચુક્યું છે, જ્યારે તેનો દોસ્ત અમિત જાટવ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. તેની હાલત નાજુક છે.
બંન્ને યુવક અલવર જિલ્લાના ખેરથલના વોર્ડ 25 ખિરગચીમાં રહેતા હતા. ઘાયલ અમિતની એક આરોપી મુનફેદ વચ્ચે થોડા દિવસો પહેલા ટ્રેનમાં મામુલી બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ મુનફેદે રંજીત પાલલી અને બદલો લેવા માટે રાહ જોઇ રહ્યો હતો. ગુરૂવારે સાંજે અમિત ગામમાં પોતાના મિત્ર યોગેન્દ્રની સાથે ઉભો હતો. ત્યારે આરોપીઓએ અમિત પર હુમલો કરી દીધો. દોસ્તોને બચાવવા માટે યોગેન્દ્ર સામે આવ્યો તો તેના પર પણ ચાકુથી હુમલો કરી દીધો. યોગેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થઇ ગયો હતો. આરોપી દુર્ઘટના બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયેલો છે.
ઘટના બાદ હિંદુઓમાં આક્રોશ છે. શુક્રવારથી સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અનેજામ થઇ ગયો. આક્રોશિત લોકોએ કહ્યું કે જ્યારે આચારસંહિતા લાગેલી છે. પોલીસ તમામ નાકાઓ પર એલર્ટ હોવાનો દાવો કરી રહ્યા છે તો પછી હત્યારા દુર્ઘટનાને અંજામ આપીને ભાગ્યા કઇ રીતે. આક્રોશિત લોકો નારેબાજી કરતા રસ્તા પર બેસી ગયા. દલિત યુવકની હત્યા બાદ કિશનગઢ બાસ ધારાસભ્ય દીપચંક ખેરિયા ઘટના સ્થળ પર પહોંચ્યા અને તંત્રએ આરોપીઓ ઝડપથી ધરપકડ કરવાની માંગ કરી. ગ્રામીણોનો આરોપ છે કે, પોલીસ આરોપિઓનેપકડી નથી રહ્યા. પરિવારજનોનું કહેવું છે કે, જ્યા સુધી આરોપી પકડાશે નહી. ત્યા સુધી અમે લોકો અંતિમ સંસ્કાર નહી કરીએ.
ADVERTISEMENT