Farmers Loan Waiver: ખેડૂતોની 2 લાખ રુપિયા સુધીની લોન માફ, આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Telangana Farmers Debt Waiver: તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. રેવંત રેડ્ડીના આ નિર્ણય પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું, જે કહ્યું તે કરી બતાવ્યું.

ખેડૂતોની ફાઈલ તસવીર

Farmers Debt

follow google news

Telangana Farmers Debt Waiver: તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. રેવંત રેડ્ડીના આ નિર્ણય પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું, જે કહ્યું તે કરી બતાવ્યું.

રાહુલ ગાંધીએ શું પ્રતિક્રિયા આપી

તેલંગાણામાં ખેડૂતોની લોન માફી પર રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'કોંગ્રેસ સરકારે તમારી 2 લાખ રૂપિયા સુધીની તમામ લોન માફ કરીને 'કિસાન ન્યાય'ના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે - જે 40 લાખથી વધુ ખેડૂત પરિવારોને દેવું મુક્ત બનાવશે. જે કહ્યું તે કરીને બતાવ્યું - આ જ નિયત છે અને આદત પણ છે.

તેમણે આગળ લખ્યું, 'કોંગ્રેસ સરકારનો અર્થ એ ગેરંટી છે કે રાજ્યનો ખજાનો ખેડૂતો અને મજૂરો સહિત વંચિત સમાજને મજબૂત કરવા માટે ખર્ચવામાં આવશે, જેનું ઉદાહરણ તેલંગાણા સરકારનો આ નિર્ણય છે. અમારું વચન છે - કોંગ્રેસ જ્યાં પણ સરકારમાં હશે, તે ભારતના પૈસા 'ભારતીયો' પર ખર્ચ કરશે, 'ધનપતીઓ' પર નહીં.

પ્રિયંકા ગાંધીએ પણ આ વાત કહી હતી

તેલંગાણામાં ખેડૂતોની લોન માફી પર પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું હતું. તે વચનને પૂર્ણ કરતાં અમારી તેલંગાણા સરકારે નિર્ણય લીધો છે કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. તેનાથી 40 લાખ ખેડૂતોને રાહત મળશે જેઓ દેવામાં ડૂબેલા છે.

તેમણે આગળ લખ્યું, 'કોંગ્રેસ માને છે કે દેશની તમામ સંપત્તિ દેશના લોકોની છે અને તે માત્ર લોકોના કલ્યાણ માટે જ ખર્ચવી જોઈએ. અમે રાજસ્થાન અને છત્તીસગઢના ખેડૂતોની લોન પણ માફ કરી દીધી છે. જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર હતી ત્યારે દેશભરના ખેડૂતોની 72,000 કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, દલિતો, વંચિતો અને મધ્યમ વર્ગના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

આ પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ શુક્રવારે કહ્યું હતું કે ખેડૂતો માટે 2 લાખ રૂપિયાની લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. રાજ્ય કેબિનેટની બેઠક પછી, સીએમ રેડ્ડીએ કહ્યું કે, જે ખેડૂતોએ 11 ડિસેમ્બર, 2018 અને ડિસેમ્બર 9, 2023 વચ્ચે 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે, તેમને સંપૂર્ણ માફ કરવામાં આવશે.

 

 

    follow whatsapp