ભારત રાષ્ટ્ર સમિતિના (BRS) ધારાસભ્ય (MLA) જી. લસ્યા નંદિતાનું શુક્રવારે વહેલી સવારે તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના અમીનપુર મંડલમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
સિકંદરાબાદ કેન્ટોનમેન્ટના તેલંગાણા વિધાનસભાના 37 વર્ષીય સભ્ય પટંચેરુ આઉટર રિંગ રોડ પર SUV — મારુતિ XL6 — માં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને ડિવાઈડર સાથે ગાડી અથડાય હતી. નંદિતા અને ડ્રાઈવર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, નંદિતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. જો કે ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેની સારવાર ચાલી રહી છે.
“લસ્યા નંદિતા બસરાથી ગચીબોવલી તરફ મુસાફરી કરી રહી હતી. આશંકા છે કે ડ્રાઈવરને ઝોકુ આવી ગયું હોઇ શકે છે. ગાડીનો આગળની તરફથી કડુસલો બોલી ગયો છે. તેમના અંગત સુરક્ષા અધિકારીને અકસ્માતમાં ઈજા થઈ હતી. શરૂઆતમાં તેણીને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
જી. લસ્યા નંદિતા કોણ હતા?
હૈદરાબાદમાં 1986માં જન્મેલી લસ્યા નંદિતાએ લગભગ એક દાયકા પહેલા રાજકારણમાં એન્ટ્રી કરી હતી. 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સિકંદરાબાદ કેન્ટમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પહેલા, નંદિતાએ કાવડીગુડા વોર્ડમાં કોર્પોરેટર તરીકે સેવા આપી હતી.
તેણીની મતદારક્ષેત્રની બેઠક અગાઉ તેના પિતા જી સાયન્ના પાસે હતી. જેનું 2023ની શરૂઆતમાં અવસાન થયું હતું. તેના પગલે નંદિતાએ BRS નોમિનેશન મેળવ્યું હતું અને વિધાનસભા ચૂંટણી જીતી હતી.
રાજકીય આગેવાનો શોક વ્યક્ત કર્યો
બીઆરએસ સુપ્રીમો અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે નંદિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે પાર્ટી તેમના પરિવારને તમામ જરૂરી સમર્થન આપશે.
તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પણ ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે માઇક્રોબ્લોગિંગ સાઈટ X પર જઈને કહ્યું, “કેન્ટોનમેન્ટના ધારાસભ્ય લસ્યા નંદિતાના અકાળે મૃત્યુથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. નંદિતાના પિતા સ્વર્ગીય સયાન્ના સાથે મારો ગાઢ સંબંધ હતો. ગયા વર્ષે આ જ મહિનામાં તેમનું અવસાન થયું. તે ખૂબ જ દુઃખની વાત છે કે, નંદિતાનું પણ આ જ મહિનામાં અચાનક અવસાન થયું. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના આત્માને શાંતિ આપે.”
બીઆરએસ એમએલસી કે કવિતાએ કહ્યું કે, નંદિતાનું મૃત્યુ તેના માટે "આઘાત" સમાન હતું. X પરની એક પોસ્ટમાં, “કેન્ટોનમેન્ટ ધારાસભ્ય અને બહેન લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ આઘાતજનક હતું. નાની વયે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને પોતાના સ્વર્ગસ્થ પિતા સયાન્નાના પગલે જનસેવા માટે પોતાને સમર્પિત કરનાર લસ્યા નંદિતાનું અકાળે અવસાન અત્યંત દુઃખદ છે. ભગવાન લાસ્યા નંદિતાના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના..તેના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના.”
ગયા અઠવાડિયે નંદિતા સાથેની તેમની મુલાકાતને યાદ કરતાં, BRS નેતા કેટી રામારાવે કહ્યું, “આ લગભગ એક અઠવાડિયા પહેલાની વાત છે. હમણાં જ એકદમ દુ:ખદ અને આઘાતજનક સમાચાર સાંભળ્યા કે લાસ્યા હવે નથી!!”
BRS નેતાઓ નંદિતાના પરિવારની મુલાકાતે
BRS ચીફ કે ચંદ્રશેખર રાવે હૈદરાબાદમાં પાર્ટી ધારાસભ્ય લસ્યા નંદિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા.
આજે સવારે BRS ધારાસભ્ય લસ્યા નંદિતાના અવસાન બાદ, પાર્ટીના નેતા હરીશ રાવે સાંગારેડ્ડીની અમેધા હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં નંદિતાના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. તેણે તેના પરિવારના સભ્યોને મળ્યા અને વાત કરી અને સંવેદના વ્યક્ત કરી.
પછીના દિવસે, બીઆરએસ એમએલસી અને ભૂતપૂર્વ સીએમ ચંદ્રશેખર રાવની પુત્રી, કે કવિતા નંદિતાના નિવાસસ્થાને પહોંચી અને બીઆરએસ ધારાસભ્યના અકાળે અવસાન પર શોક વ્યક્ત કર્યો.
ADVERTISEMENT