બેંગ્લુરૂ : નોર્થ ઈસ્ટ બેંગલુરુના ડીસીપી લક્ષ્મી પ્રસાદે જણાવ્યું હતું કે એરોનીક્સ ઈન્ટરનેટ કંપનીના એમડી ફનિન્દ્ર સુબ્રમણ્યમ અને સીઈઓ વેણુ કુમારનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. હુમલાખોર ભાગી ગયો છે. પોલીસ આરોપી ફેલિક્સની ઓળખ માટે સ્કેચ બનાવી રહી છે.
ADVERTISEMENT
બેંગલુરુમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક ટેક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકોની ઓળખ એમડી ફનીન્દ્ર સુબ્રમણ્યમ અને સીઈઓ વીનુ કુમાર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક ભૂતપૂર્વ કર્મચારી અચાનક કેબિનમાં ઘૂસી ગયો હતો અને તેણે તલવારથી હુમલો કર્યો હતો. બંનેની હત્યા કરી હતી. હત્યાના સમાચારે વિસ્તારમાં હલચલ મચાવી દીધી હતી.
ડબલ મર્ડરમાં પ્રાથમિક શંકાસ્પદની ઓળખ ફેલિક્સ તરીકે કરવામાં આવી છે. જે એરોનિક્સના ભૂતપૂર્વ કર્મચારી હતા. પ્રારંભિક અહેવાલો મુજબ, ફેલિક્સે કંપની છોડી દીધી હતી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જો કે, આ બંને લોકો કથિત રીતે તેના ધંધામાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. આ કારણથી ફેલિક્સ તેના પર ખૂબ ગુસ્સે હતો. આ દરમિયાન તે ગુસ્સામાં મંગળવારે કંપનીની ઓફિસમાં તલવાર લઈને ઘૂસી ગયો હતો અને ફણીન્દ્ર અને વીનુ પર જીવલેણ હુમલો કરીને નાસી છૂટ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના અનુસાર ફણીન્દ્ર અને વીનુ બંને તેમની ઓફિસમાં હતા. દરમિયાન ગુસ્સે ભરાયેલો ફેલિક્સ તલવાર સાથે અંદર ઘુસી ગયો હતો અને બંને પર ધારદાર તલવાર વડે હુમલો કર્યો હતો. જો કે, ફણીન્દ્ર અને વેણુએ બચવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેઓ પોતાનો જીવ બચાવવા ઓફિસમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ફેલિક્સે તેમને ઘેરી લીધા અને બંનેને મારી નાખ્યા. ફેલિક્સ ઓફિસમાં ઘૂસ્યા કે તરત જ અફડાતફડી મચી ગઈ અને અન્ય કર્મચારીઓ પણ અહીં-તહીં દોડવા લાગ્યા હતા.
હત્યા બાદ ઓફિસમાં હોબાળો મચી ગયો હતો. તરત જ પોલીસને બોલાવવામાં આવી હતી.ઉત્તર પૂર્વ બેંગલુરુના ડીસીપી લક્ષ્મી પ્રસાદે જણાવ્યું હતું કે, એરોનિક્સ ઈન્ટરનેટ કંપનીના એમડી ફનીન્દ્ર સુબ્રમણ્યમ અને સીઈઓ વેણુ કુમારનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મૃત્યુ થયું હતું. હુમલાખોર ભાગી ગયો છે. પોલીસ આરોપી ફેલિક્સની ઓળખ માટે સ્કેચ બનાવી રહી છે. હત્યાનો આરોપી ફેલિક્સ ટિક ટોક અને રીલ વીડિયો બનાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફેલિક્સને ફણીન્દ્ર સામે ઊંડી દ્વેષ ભાવના હતી. હત્યાના આરોપી ફેલિક્સે ખૂબ જ સાવધાનીપૂર્વક આયોજન હેઠળ ફણીન્દ્ર અને વીનુ કુમાર પર હુમલો કર્યો હતો. આજે સાંજે લગભગ 4 વાગ્યે, ફેલિક્સ તલવાર અને છરી સાથે એરોનિક્સ ઑફિસમાં પ્રવેશ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, એરોનિક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ એક ખાનગી કંપની છે. જે 7 નવેમ્બર 2022ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી. તેની બેંગ્લોરમાં તેની રજિસ્ટર્ડ ઓફિસ છે. ફેલિક્સે એક યોજના હેઠળ ખૂબ જ સાવચેતીપૂર્વક ફણીન્દ્ર અને વીનુ કુમાર પર હુમલો કર્યો હતો.
ADVERTISEMENT