Team india ICC Ranking: રોહિત બ્રિગેડ સામે વિશ્વ નતમસ્તક, વિશ્વની નં.1 ટીમ

Team india ICC Ranking : વર્ષ 2023 નું વર્ષ ભારતીય ટીમ માટે ખુબ જ સારુ સાબિત થઇ રહ્યું છે. આ વખતે ઘર આંગણે જ વર્લ્ડકપ…

gujarattak
follow google news

Team india ICC Ranking : વર્ષ 2023 નું વર્ષ ભારતીય ટીમ માટે ખુબ જ સારુ સાબિત થઇ રહ્યું છે. આ વખતે ઘર આંગણે જ વર્લ્ડકપ રમાવાનો છે. ભારતે પહેલા જ શ્રીલંકા અને હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત પ્રાપ્ત કરી ચુકી છે. તમામ ખેલાડીઓ હાલ ફોર્મમાં છે. મંગળવારે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ઇંદોરમાં થયેલી વન ડે મેચમાં જીત પ્રાપ્ત કરતા જ ભારતીય ટીમે એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.

ભારતીય ટીમ વન ડે રેન્કિંગમાં નંબર 1 પહોંચી
ભારતીય ટીમ હવે વન ડે રેન્કિંગમાં નંબર 1 પર આવી ચુકી છે, તે પહેલાથી જ ટી-20 રૈંકિંગમાં નંબર 1 પર છે. રૈંકિંગમાં હવે ભારતીય ટીમનો દબદબો છે અને કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આગળ વધી રહી છે. નજર સીધી જ વર્લ્ડકપ 2023 પર છે.

આઇસીસી વન ડે રૈંકિંગ
1. ભારત 114 રેટિંગ્સ
2. ઇંગ્લેન્ડ 113 રેટિંગ્સ
3. ઓસ્ટ્રેલિયા 112 રેટિંગ્સ
4. ન્યૂઝીલેન્ડ 111 રેટિંગ્સ
5. પાકિસ્તાન 105 રેટિંગ્સ

આઇસીસી ટી-20 રૈંકિંગ
1. ભારત 267 રેટિંગ્સ
2. ઇંગ્લેન્ડ 266 રેટિંગ્સ
3. પાકિસ્તાન 258 રેટિંગ્સ
4. સાઉથ આફ્રિકા 256 રેટિંગ્સ
5. ન્યૂઝીલેન્ડ 252 રેટિંગ્સ

    follow whatsapp