મુંબઈ: એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ શોકિંગ ખબર સામે આવી રહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ સુનિલ હોલકરનું 40 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. સુનિલ હોલકર લિવર સિરોસિસની બીમારીથી પીડિત હતા. ટીવી શો ઉપરાંત એક્ટરે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કરેલું છે.
ADVERTISEMENT
40 વર્ષની ઉંમરે એક્ટરે લીધા અંતિમ શ્વાસ
40 વર્ષની ઉંમરે ટેલેન્ટેડ એક્ટર સુનિલ હોલકરે દુનિયાને અલવિદા કહી દીધું. સુનિલ હોકલરનું નિધન 12 જાન્યુઆરીએ થયું. 13 જાન્યુઆરીએ એક્ટરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સુનિલ હોલકર ‘તારક મહેતા…’ના ઘણા એપિસોડમાં જોવા મળ્યા હતા. શોમાં તેમણે પોતાના નાના પાત્રોથી દર્શકોનું દિલ જીત્યું હતું. સુનિલ હોકલર લિવર સિરોસિસની બીમારી સામે લડી રહ્યા હતા. તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેમનો જીવ બચાવી ન શકાયો.
‘તારક મહેતા’ ઉપરાંત અન્ય ઘણા શો અને ફિલ્મોમાં કામ કર્યું
સુનિલ હોલકર છેલ્લી વખત નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘ગોષ્ટ એકા પૈઠાણીચી’માં જોવા મળ્યા હતા. તેમણે અશોક હાંડાના ચૌરંગ નાટ્ય સંસ્થામાં ઘણા વર્ષો સુધી કામ કર્યું. તેઓ 12 વર્ષ સુધી થિયેટર સાથે જોડાયેલા રહ્યા. ‘તારક મહેતા…’ ઉપરાંત તેમણે મોરયા, મેડમ સર, મિસ્ટર યોગી જેવા ઘણા શોમાં કામ કર્યું હતું. સુનિલ હોલકર પોતાના કરિયરમાં સારી એવી નામના મેળવી રહ્યા હતા. એવામાં તેમના નિધનની ખબરથી ફેન્સનું દિલ આધાતમાં છે.
અંતિમ પોસ્ટમાં શું લખ્યું?
તેમના મૃત્યુ બાદ એક દોસ્તે એક્ટરની વોટ્સએપ સ્ટોરીમાં સાથે પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે, પ્રિય મિત્રો, મારા તમને છેલ્લા નમસ્કાર. તમારો આ મિત્ર આ પ્યારી દુનિયાથી જતો રહ્યો છે. મારાથી કોઈ ભૂલ થઈ હશે, તો મારા બોલવાથી કોઈને ગુસ્સો આવ્યો હોય તો પ્રિય મિત્રો મને માફ કરી દેજો. આવજો. આ પોસ્ટ મારા કહેવા પર મિત્રએ કરી છે.
ADVERTISEMENT