Tamilnadu Tourist Bus Accident: તમિલનાડુના નીલગિરી જિલ્લામાં કુન્નુર પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડતાં આઠ લોકોનાં મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બે ડ્રાઈવર સહિત 59 મુસાફરોને લઈને એક પ્રવાસી બસ શુક્રવારે સાંજે કુન્નૂરથી તેનકસી જઈ રહી હતી ત્યારે ખીણમાં પડી ગઈ હતી. પ્રવાસીઓ ઉટીમાં ફરવા માટે આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા.
ADVERTISEMENT
આ રીતે અકસ્માત સર્જાયો
હેરપિન બેન્ડ રોડ પર મુસાફરી કરતી વખતે બસ અચાનક ખીણમાં પડી ગઈ હતી. સમાચાર સાંભળીને સ્થાનિક અધિકારીઓ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા, તેમાંથી આઠને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘણા મુસાફરો ઘાયલ, ઘણાની હાલત ગંભીર
અકસ્માતના સમાચાર સાંભળીને સ્થાનિક અધિકારીઓ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા, તેમાંથી આઠને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અન્ય કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મૃત્યુ પામેલાઓમાં ચાર મહિલાઓ, એક સગીરનો સમાવેશ થાય છે
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મૃતકોમાં ચાર મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. પીડિતો તેનકાસી જિલ્લાના કદાયમના રહેવાસી હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે ઘરે પરત ફરી રહ્યા હતા. ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવતાં બસ ખાડામાં પડી હતી.
મૃતકોના પરિવારજનોને બે લાખનું વળતર
સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના સભ્યો પીડિતોને મદદ કરવા અને ઘાયલોને બચાવવા માટે દોડી આવ્યા હતા. મોટાભાગના ઘાયલ લોકોને તબીબી સારવાર માટે નજીકના કોઈમ્બતુર મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ADVERTISEMENT