તમિલનાડુના CM એ કહ્યું સનાતન ધર્મને ખતમ કરો, શાહે કહ્યું INDIA કરી રહ્યું છે સનાતનનું અપમાન

Amit Shah On Udhayanidhi Stalin: તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મને ખતમ કરી દેવો જોઇએની ટિપ્પણી પર ધમાસાન ચાલી રહ્યું છે. ભાજપે) (BJP) વિપક્ષી ગઠબંધન…

Sanatan Amit Shah

Sanatan Amit Shah

follow google news

Amit Shah On Udhayanidhi Stalin: તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મને ખતમ કરી દેવો જોઇએની ટિપ્પણી પર ધમાસાન ચાલી રહ્યું છે. ભાજપે) (BJP) વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા (I.N.D.I.A) ને આ નિવેદન બાદ ઘેરી લીધા છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણી અંગે વિપક્ષ પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો હતો.

I.N.D.I.A દ્વારા છેલ્લા 2 દિવસથી સનાતનનું અપમાન થઇ રહ્યું છે

અમિત શાહે રવિવારે કહ્યું કે, બે દિવસથી ઇન્ડિયા ગઠબંધન સનાતન ધર્મનું અપમાન કરી રહ્યું છે. ઇન્ડિયાના બે મુખ્ય દળ ડીએમકે અને કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા કહી રહ્યા છે કે, સનાતન ધર્મને સમાપ્ત કરી દેવું જોઇએ. આ લોકોએ વોટબેંક અને તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માટે અમારી સંસ્કૃતિનું અપમાન કર્યું છે.

અમિત શાહે બીજુ શું કહ્યું?

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધારેમાં જણાવ્યું કે, ડીએમકે અને કોંગ્રેસના નેતા માત્ર વોટબેંકની રાજનીતિ માટે સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે તેમણે અમારા સનાતન ધર્મનું અપમાન કર્યું છે. આ પહેલા મનમોહન સિંહે પણ કહ્યું હતું કે, બજેટ પર પહેલો હક લઘુમતિનો છે, પરંતુ અમે કહીએ છીએ કે પહેલો હક ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાત લોકોનો છે.

રાહુલ ગાંધીએ હિંદુ સંગઠનોની તુલના લશ્કર સાથે કરી

રાજસ્થાનમાં એક જનસભામાં અમિત શાહે દાવો કરતા કહ્યું કે, આજે કોંગ્રેસ પાર્ટી કહે છે કે, મોદીજી જીતશે તો સનાતન રાજ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હિંદુ સંગઠન લશ્કર એ તોયબા સાથે પણ વધારે ખતરનાક છે. રાહુલ ગાંધીએ હિંદુ સંગઠનોની તુલના લશ્કર એ તોયબા સાથે કરી છે.

પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધિત કરી

પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે બેણેશ્વર ધામની આ પાવન ધરા પર ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત થવા જઇ રહી છે. ડૂંગરપુરની ધરતી હંમેશા વીરોની ધરતી રહી છે. અહીં રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી ભાઇઓએ મહારાણા પ્રતાપની સાથે રહીને વર્ષો સુધી યુદ્ધ કરીને મુગલોની સેનાના દાંત ખાટા કરી દીધા હતા.

જેપી નડ્ડાએ પણ સાધ્યું નિશાન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણી અંગે વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું. તેમણે રવિવારે મધ્યપ્રદેશના ચિત્રકુટમાં કહ્યું કે, ઉદયનિધિ સ્ટાલિને આ ટિપ્પણી ત્યારે કરી, જ્યારે ત્રણ દિવસ પહેલા, તેઓ ઇન્ડિયા ગઠબધનના સભ્ય એક રણનીતિ બનાવવા માટે મુંબઇમાં મળ્યા હતા. શું આ સનાતન ધર્મને ખતમ કરવાની રાજનીતિક રણનીતિ છે.

    follow whatsapp