કાબુલ : અફઘાનિસ્તાન પર કબજો કર્યાના એક વર્ષ બાદ તાલિબાન અને ISIS ખુરાસાન એકવાર ફરીથી સામસામે આવી ગયા છે. તાલિબાનના આતંકવાદી રહીમુલ્લા હક્કાનીનું કાબુલમાં થયેલા એક વિસ્ફોટમાં મોત નિપજ્યું હતું. આ હત્યાની જવાબદારી ISIS ખુરાસાન દ્વારા લેવામાં આવી છે. તાલિબાનોએ રહીમુલ્લા હક્કાનીના મોતની પૃષ્ટી કરી છે. રહીમુલ્લા હક્કાની તાલિબાની ગૃહમંત્રી શિરાજુદ્દીન હક્કાનીના ગુરૂ માનવામાં આવે છે.
ADVERTISEMENT
CONGRESSએ ચૂંટણીની રણનીતિ પણ કોપી કરી? જગદીશ ઠાકોરે આપ્યા ખેડૂતોને વાયદા…
રહીમુલ્લા હક્કાનીના મોત બાદ અફઘાનિસ્તામાં તાલિબાન અને ISIS ખુરાસાન વચ્ચે સંઘર્ષ ઉગ્ર થઇ શકે છે. રહીમુલ્લા તાલિબાનનો પ્રબળ સમર્થક હતો. તે લાંબા સમય સુધી પાકિસ્તાનમાં રહ્યો. તે તાલિબાનને આઇએસઆઇએસ વિરુદ્ધ ઘર્ષણ માટે પ્રેરિત કરતો હતો. રહીમુલ્લાએ હાલમાં જ યુવતીઓને તથા કિશોરીઓને શાળા કોલેજ જવા દેવા માટેની તરફદારી કરી હતી.
EXCLUSIVE: આણંદનાં ત્રિપલ અકસ્માતમાં મોટો ઘટસ્ફોટ! વાંચો MLA પૂનમ પરમારે શું કહ્યું…
રહીમુલ્લા હક્કાની પર અગાઉ પણ હુમલાઓ થઇ ચુક્યા છે. આ અગાઉ તેના પર 2020 માં પાકિસ્તાનના પેશાવરમાં હૂમલો થયો હતો આ હૂમલામાં તે બચી ગયો હતો. જો કે 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. આ હૂમલાની જવાબદારી પણ આઇએસઆઇએસ દ્વારા લેવામાં આવી હતી. તાલિબાનોએ જણાવ્યું કે, આ હૂમલાને એવા લોકોએ અંજામ આપ્યો છે જે પોતાનાં પગ પહેલા જ ગુમાવી ચુક્યો હતો. તેણે હૂમલા સમયે નકલી પગ લગાવ્યા હતા. હાલ તેની ઓળખ માટે તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT