મધ્ય પ્રદેશ: મધ્યપ્રદેશના કટની જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક તલાટીએ લાંચની રકમ મોંઢામાં નાખીના ચાવી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે તલાટીને લોકાયુક્તની ટીમે લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જે બાદ તેણે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો અને લાંચની રકમ મોઢામાં નાખીને ગળી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
જણાવવામાં આવી રહ્યું છે કે, બિલહરી હળકા ગામમાં તૈનાત તલાટી ગજેન્દ્ર સિંહે ફરિયાદી ચંદન સિંહ લોધી પાસેથી જમીન કેસમાં 4500 રૂપિયાની લાંચ માંગી હતી. ચંદન સિંહ લોધીએ આ અંગે લોકાયુક્ત જબલપુરને ફરિયાદ કરી હતી. આ પછી લોકાયુક્તની ટીમે સ્થળ પર પહોંચી તલાટીને લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો. પરંતુ પટવારી ગજેન્દ્રસિંહે લાંચરૂપે લીધેલી 500-500ની 9 નોટો ચાવી નાખી હતી.
જ્યારે લોકાયુક્ત ટીમના સભ્યએ તલાટીના મોઢામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો તો તેણે તેમની આંગળીમાં બચકું ભરી લીધું હતું. આ દરમિયાન લોકાયુક્તના 7 સભ્યોની ટીમે નોટો કાઢવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના મોઢામાંથી પૈસા ન નીકળતા તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ તલાટી ગજેન્દ્રસિંહે લાંચની ચાવેલી નોટો કાઢી લીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.
લોકાયુક્ત ટીમનું નેતૃત્વ કરી રહેલા કમલ સિંહ ઉઇકે કહે છે કે, ફરિયાદી ચંદન લોધીની ફરિયાદ પર લાંચ લેનાર તલાટી ગજેન્દ્ર સિંહ 4500 રૂપિયા સાથે ઝડપાયો હતો, પરંતુ ટીમને જોઈને તેણે નોટ ખાઈ લીધી હતી. જોકે, ટીમ પાસે વોઈસ રેકોર્ડિંગ સાથે અન્ય પુરાવા છે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી ગજેન્દ્ર સિંહ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT