બરમિંગહામઃ ભારત દેશનાં પેરા પાવરલિફ્ટર સુધીરે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ગેમ્સમાં ગોલ્ડ જીતનારો તે દેશનો પ્રથમ પેરા પાવરલિફ્ટર બની ગયો છે. તેના પહેલા પેરા પાવરલિફ્ટર સકીના ખાતૂને 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ADVERTISEMENT
સુધીરનું શાનદાર પ્રદર્શન…
- 87.30 KGના સુધીરે મેન્સ હેવી વેઇટ કેટેગરીમાં ગેમ્સ રેકોર્ડ 212 KG ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- સુધીરે પહેલા પ્રયાસમાં 208 KG, બીજા પ્રયાસમાં 212 KG અને ત્રીજા પ્રયાસમાં 212 KG ઉપાડ્યા હતા.
- સુધીર છેલ્લા પ્રયાસમાં 217 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહ્યો હતો.
- સુધીરે 134.5 પોઈન્ટ સાથે ટોપ કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતનાં કુલ 20 મેડલ થયા
આ ગોલ્ડ સાથે જ મેડલ ટેલીમાં ભારતના 20 મેડલ થઈ ગયા છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. સુધીરની પહેલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, જેરેમી લાલનિરુંગા અને અચિંતા શ્યુલી ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. જ્યારે બીજી બાજુ મહિલા લૉન બોલ અને પુરુષોની ટેબલ ટેનિસ ટીમોએ પણ ભારતનું ગૌરવ વધારીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
એશિયન પેરા ગેમ્સ માટે ક્વોલિફાય કરી ચૂક્યો છે
સુધીર આવતા વર્ષે ચીનમાં યોજાનારી એશિયન પેરા ગેમ્સ 2022માં પણ ભાગ લેતો જોવા મળશે. તેણે બ્રોન્ઝ જીતીને જૂનમાં વર્લ્ડ પેરા પાવરલિફ્ટિંગ એશિયા-ઓશિનિયા ઓપન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી લીધું છે.
ADVERTISEMENT