‘માથા પર ઈંડા X’, હોળી પર Swiggyની આવી જાહેરાતથી ભડક્યા લોકો

નવી દિલ્હી: હોળી પર સ્વિગીની જાહેરાતને લઈને ઘણા લોકો નારાજ થયા છે. કેટલાક લોકોએ સ્વિગીને હિન્દુફોબિક કહેવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ટ્વિટર પર #HinduPhobicSwiggy…

gujarattak
follow google news

નવી દિલ્હી: હોળી પર સ્વિગીની જાહેરાતને લઈને ઘણા લોકો નારાજ થયા છે. કેટલાક લોકોએ સ્વિગીને હિન્દુફોબિક કહેવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ટ્વિટર પર #HinduPhobicSwiggy હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો. યુટ્યુબર એલ્વિશ યાદવે, ભગવા ક્રાંતિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રાચી સાધ્વીએ પણ #HinduPhobicSwiggy હેશટેગને ટ્રેન્ડ કરવાની અપીલ કરી હતી. હોળીની જાહેરાત સાથે ઈંડા જોઈને ઘણા લોકો ગુસ્સે થઈ ગયા હતા.

સ્વિગીની જાહેરાતથી વિવાદ
એલ્વિશ યાદવે લખ્યું- સ્વિગીની જે બિલબોર્ડ જાહેરાત આવી છે તે સ્પષ્ટ રીતે હોળીને બદનામ કરવાનો પ્રયાસ છે. આ જાહેરાત લોકોના મનમાં હોળી માટે નકારાત્મક અભિપ્રાય દર્શાવશે. બિન-હિન્દુ તહેવારો દરમિયાન આવી જાહેરાતો દેખાતી નથી, જે સ્પષ્ટપણે ભેદભાવ દર્શાવે છે. થોડી સંવેદનશીલતા બતાવો અને હિંદુ સમુદાયની માફી માગો.

જ્યારે પ્રાચી સાધ્વીએ સ્વિગીની જાહેરાતને લઈને એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. તેમણે લોકોને અપીલ કરી અને લખ્યું- એક લાખ ટ્વિટ કરો. સ્વિગીને સનાતનિયોની શક્તિ બતાવો.

મંદિરમાં માંસની ડિલિવરી ન કરનારા યુવકને Swiggyએ નોકરીથી કાઢતા બબાલ
ખાસ વાત છે કે, Swiggy હાલમાં જ વિવાદમાં આવ્યું હતું. જેમાં દિલ્હીના કાશ્મીરી ગેટ સ્થિત પ્રસિદ્ધ મારઘાટ બાબા હનુમાન મંદિર સંકુલ પાસે મટન કોરમાનો ઓર્ડર ડિલિવર કરવાનો ઈનકાર કરનારા ડિલિવરી બોયને Swiggyએ નોકરીમાંથી કાઢી મૂકતા હોબાળો મચ્યો છે. સચિન પંચાલ નામના ડિલિવરી બોય ગયા અઠવાડિયે એક વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં ડિલિવરી બોય મંદિર પરિસરની બહાર ઊભો હતો અને ગ્રાહકને બહાર આવવાનું કહી રહ્યો હતો. જો તે ઈચ્છે તો તમે આવીને ઓર્ડર લઈ શકો છો. પરંતુ ગ્રાહક બહાર ન આવ્યો અને મંદિર પરિસરમાં મટન કોરમા ડિલિવરી માંગતો હતો. ગ્રાહક મંદિર પરિસરમાં માંસ ખાવા માંગતો હતો.

વિડિયોમાં, સચિન પંચાલ (ડિલિવરી બોય) મંદિર પરિસરના લોખંડની પટ્ટીના ગેટની બહાર હાથમાં મટન કોરમા ખાવાનો ઓર્ડર લઈને ઊભો જોવા મળે છે. ડિલિવરી લોકેશન યમુના બજાર, હનુમાન મંદિર બતાવી રહ્યું હતું. વીડિયોમાં દેખાતા બિલ પ્રમાણે આ ઘટના 1 માર્ચ 2023ની છે. સચિન પંચાલે ડિલિવરી ન કરતા સ્વિગીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ આદેશને લઈને સચિન પંચાલની ભારે ચર્ચા થઈ હતી.

 

    follow whatsapp