Hindu Temple Defaced: અમેરિકામાં ખાલિસ્તાનીઓએ ફરી હિન્દુ મંદિરને બનાવ્યું નિશાન, દીવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રો

Hindu Temple Defaced: અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે ખાલિસ્તાનીઓએ આ ઘટનાને કેલિફોર્નિયાના નેવાર્કમાં અંજામ આપ્યો છે. આ ઘટનાની તસવીરો…

gujarattak
follow google news

Hindu Temple Defaced: અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે ખાલિસ્તાનીઓએ આ ઘટનાને કેલિફોર્નિયાના નેવાર્કમાં અંજામ આપ્યો છે. આ ઘટનાની તસવીરો શેર કરતા અમેરિકાના હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામીનારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે.

હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને શેર કરી તસવીરો

સંસ્થાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલો પર ખાલીસ્તાની સૂત્રો લખ્યા છે. આ વાતની જાણકારી નેવાર્ક પોલીસની સાથે-સાથે સિવિલ રાઈટ્સ ઓફિસરોને પણ આપવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવશે. હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશનનું કહેવું છે કે,આ વાત પર ભાર આપવામાં આવ્યો છે કે આ ઘટનાની તપાસ પોલીસ તેને હેટ ક્રાઈમ માનીને કરે.

કનેડામાં બની ચૂકી છે આવી ઘટનાઓ

તમને જણાવી દઈએ કે, આવી ઘટનાઓ અમેરિકાની સાથે-સાથે કેનેડામાં પણ ઘણી વખત બની ચૂકી છે. તાજેતરમાં કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ અડધી રાતે સરે (Surrey) શહેરમાં આવેલા એક મંદિરમાં તોડફોડ કરી હતી. તેઓ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને જનમત સંગ્રહના પોસ્ટરો ચોંટાડ્યા હતા.

સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી આ ઘટના

આરોપીની આ હરકત મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેમાં બે લોકો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાના ચહેરા છુપાવીને રાખ્યા હતા. વાદળી પાઘડી પહેરેલા વ્યક્તિ મંદિરના મુખ્ય દરવાજા પાસે આવે છે અને આ પોસ્ટરો ચોંટાડે છે. જે બાદ બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

 

    follow whatsapp