નવી દિલ્હી : ઓરિસ્સામાં એક વધારે રશિયન નાગરિકનું મોત નિપજ્યું છે. મૃત વ્યક્તિની ઓળખ સર્ગેઇ મિલિયાકોવ તરીકે કરવામાં આવી છે. 51 વર્ષીય સર્ગેઇ મિલિયાકોવ જહાજનો મુખ્ય એન્જિનિયર હતો. પારાદીપ પોર્ટ ટ્સટ્ના અધ્યક્ષ પીએલ હરનાધે કહ્યું કે, શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
બે રશિયન નાગરિકોનાં ઓરિસ્સામાં રહસ્યમયી મોત થઇ ચુક્યાં છે
ગત્ત મહિને પણ બે દિવસની અંદર બે રશિયન નાગરિકોની ઓરિસ્સામાં રહસ્યમયી મોત નિપજ્યા હતા. જેમાં એક કરોડપતિ રશિયન સાંસદ પાવેલ એંટોવનો પણ સમાવેશ થાય છે. પાવેલ એટોવને રશિયન રાષ્ટ્રપતિ પુતિનના મુખ્ય આલોચકો પૈકીના એક છે. પારાદીપ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ પીએલ હરનાઘે કહ્યું કે, જહાજના માસ્ટરે તેમને જણાવ્યું કે, જહાજના મુખ્ય એન્જીનિયર સર્ગેઇ મિલિયાકોવનું પણ હાર્ટ એટેક આવવાના કારણે મોત થઇ ચુક્યું છે.
મૃત્યુ અંગે પરિવારને જાણ કરવામાં આવી, પુતિનના વિરોધી સાંસદનું મોત
આ અંગે તેમના પરિવારને સુચના આપી દેવામાં આવી છે. હાલ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે. જો કે જહાજ અને ચાલક દળના અન્ય સભ્યો અંગે ટિપ્પણી કરવાનો તેમણે ઇન્કાર કરી દીધો છે. બાંગ્લાદેશના ચટગાવ બંદરથી ઉપડેલું આ જહાજ પારાદીપના રસ્તે મુંબઇ જઇ રહ્યું હતું. પોલીસના અનુસાર સર્ગેઇ મિલિયાકોવ સવારે 4.30 વાગ્યે પોતાના જહાજની ચેમ્બરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.
અગાઉ પણ બે રશિયન નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા પણ બે રશિયન નાગરિકોના પણ ભારતમાં મોત થઇ ચુક્યાં છે. 21 ડિસેમ્બરે ચાર રશિયન નાગરિકોએ હોટલમાં ચેક ઇન કર્યું. તેમાંથી 61 વર્ષીય વ્લાદિમીર બિડેનોવનો એક દિવસ બાદ કથિત રીતે કાર્ડિયાક એરેસ્ટથી મોત થઇ ચુક્યાં છે. ત્યાર બાદ 24 ડિસેમ્બરે રશિયન સાંસદ પાવેલ એંટોવનું પણ રહસ્યમયી રીતે મોત થઇ ગયું. પોલીસને એંટોવની બે માળની ઇમારત પરથી પટકાવાના સમાચાર મળ્યા હતા. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર એંટોવનું મોત આંતરિક ઇજાઓના કારણે થયું હતું. હાલ તો આ મુદ્દે સીઆઇડી તપાસ કરી રહી છે. સીઆઇડી દ્વારા એંટોવનો મોબાઇલ, લેપટોપ અને પાસપોર્ટ જપ્ત કર્યો છે. આ અગાઉ સીઆઇડીએ દાહ સંસ્કારના સ્થળેથી રાખ અને અવશેષના નમુના લીધા હતા.
ADVERTISEMENT