સુરત: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને બીજા નેતાઓની વિરુદ્ધમાં પત્રિકા અને પેનડ્રાઈવ વાયરલ કાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સુમુલ ડેરીના પૂર્વ ચેયરમેન રાજુ પાઠકની બીજા દિવસે પણ કરી પૂછપરછ છે. આ કાંડમાં કેટલુ સત્ય છે કેટલુ રાજકારણ તેને જાણવા માટે થઈ રહેલી તપાસનો રેલો પણ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. જે સુમુલ ડેરીના પૂર્વ ચેરમેનના પગ નીચે તો પહોંચ્યો જ છે પણ આ રેલો હજુ પણ આગળ વધે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
પાટીલ સર્વોચ્ચ નેતાઃ રાજુ પાઠક
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને બીજા ધારાસભ્ય, મંત્રીઓ પર આક્ષેપો કરતી પત્રિકા અને પેન ડ્રાઈવ વાયરલ કરવાના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસ દિવસો દિવસ આગળ વધી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલામાં પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અંગત ગણાતા ત્રણ લોકોની અગાઉ ધરપકડ કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે ત્યારે સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન રાજુ પાઠકને પણ પૂછપરછ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસે બોલાવ્યા હતા. રાજુ પાઠકની સતત બે દિવસ સુરત ક્રાઈમ બ્રાંચમાં કલાકો સુધી પૂછપરછ જ ચાલી રહી છે.
નવસારીઃ અકસ્માત પછી ફોર્ચ્યુનર કારમાંથી લોકોએ કરી દારૂની લૂંટ, Video
શુક્રવારના રોજ રાજુ પાઠક ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને પોતાનો જવાબ આપીને ક્રાઈમ બ્રાન્ચની બહાર નીકળ્યા હતા, ત્યારે મીડિયાએ એમને અટકાવીને સવાલો પૂછ્યા હતા. રાજુ પાઠકે કહ્યું હતું કે, તેઓ આ તપાસ મામલે પોલીસનો પુરો સહયોગ કરી રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં પણ સહયોગ કરતા રહેશે. ન્યાયતંત્ર પર એમને પૂરો ભરોસો છે. જે કંઈ પણ નિર્ણય આવશે એ સ્વીકાર કરીશું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાર્ટીને લઈને પુછવામાં આવ્યું હતું ત્યારે રાજુ પાઠકે કહ્યું હતું કે તેઓ સર્વોચ્ચ નેતા છે.
ADVERTISEMENT