નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને વિવિધ બેઠકો પર ઘણા ફટકા પડ્યા છે. આમ આદમી પાર્ટીના સુરત પુર્વ બેઠકના ઉમેદવાર કંચન ઝરીવાલા જ ગુમ થઈ જતા ભારે ઉહાપોહ મચ્યો હતો. જોકે તે પછી તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે થયેલા આ રાજકારણમાં આમ આદમી પાર્ટીની હાલત ખરાબ થઈ ગઈ હતી. કંચન જરીવાલાનું કહેવું છે કે તેઓએ પોતની મરજીથી ફોર્મ પાછું લીધું છે. કોઈ પક્ષનું દબાણ નથી. તે મામલાના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. આ મામલે દિલ્હીમાં ભાજપ નેતા અને એમપી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મામલાનું આકલન કરવું જોઈએ તેવો વિચાર વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
મારી મરજીથી ફોર્મ પાછું ખેંચ્યુંઃ ઝરીવાલા
સુરત પુર્વ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન ઝરીવાલા મામલે મનીષ સિસોદિયાનું કહેવું છે કે, જબરજસ્તી ફોર્મ પાછું ખેંચાવી ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. તેમણે આ અંગે ચૂંટણી પંચ એક્શન લે તે અંગે વાત કરી હતી. જોકે આ પછી કંચન ઝરીવાલાનું નિવેદન સામે આવ્યું હતું કે, હું મારી મરજીથી ફોર્મ પાછું ખેંચી રહ્યો છું. મને કોઈનું દબાણ નથી. મને મારા વિસ્તારમાંથી રાષ્ટ્રવિરોધી પાર્ટીમાંથી ચૂંટણી લડવા અંગે સતત કહેવામાં આવી રહ્યું હતું જેનાથી મારા અંતરમનને ઠેસ પહોંચતી હતી. જેથી મેં આપમાંથી ચૂંટણી નહીં લડવાનું નક્કી કરીને ફોર્મ પાછું ખેંચ્યું છે.
AAP જુઠ અને ભ્રષ્ટાચાર છુપાવા આવા નિવેદનો કરે છેઃ ઠાકુર
આ મામલે અનુરાગ ઠાકુર કહે છે કે, તેમના ધારાસભ્ય જતા રહ્યા, ઉઠાવી લેવાયા છે, તેવું કહેતા પરંતુ થોડા સમય પછી તે ક્યાંક ગુમતા મળ્યા, પીક્ચર જોતા મળ્યા, ગુલ્ફી ખાતા મળ્યા, મને લાગે છે તેને જોવું જોઈએ શું છે. આ લોકો કેટલું સાચું બોલે છે કેટલું જુઠું તેનું આકલન થવું જોઈએ. કારણ કે જ્યારથી કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી આવ્યા છે ત્યારથી જુઠના નવા શિખર સર કરી રહ્યા છે. દરેક વાતમાં તેમનું જુઠું પકડાય છે. ભ્રષ્ટાચારના કાદવમાં ફસાયા છે. તેથી હું કહેવા માગું છું કે આ વિષયની મને જાણકારી નથી પરંતુ છતા છેલ્લા કેટલાક સમયથી ઉદાહરણ જોઈએ તો ખોટા તેમના નિવેદનો જોવા મળી રહ્યા છે તેથી, તેઓ પોતાના જુઠ અને ભ્રષ્ટાચારને છુપાવવા આવા નિવેદનો કરે છે.
ADVERTISEMENT