નવી દિલ્હી : કેન્દ્ર દ્વારા મુદ્દો લટકાવવામાં આવી રહ્યો હોવાની અરજી અંગે સુનાવણી કરતા ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયાની પીઠે કહ્યું કે, તેઓ આ મામલે બારીકીથી નજર રાખી રહ્યા છે.
ADVERTISEMENT
નાનકડા અલ્પવિરામ બાદ ફરી સરકાર અને કોર્ટ સામસામે
નાનકડા અલ્પવિરામ બાદ ફરીથી ન્યાયાધીશોની નિયુક્તિઓ અંગે કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે ટક્કરની સ્થિતિ પેદા થઇ શકે છે.આ મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે સવાલ કર્યો કે, કેન્દ્રએ અત્યાર સુધી હાઇકોર્ટની ભલામણો કોલેજિયમને કેમ નથી મોકલી. નામોને મંજૂરીઆપવામાં કેન્દ્ર સરકારે સતત અવગણી રહ્યું હોવાની અરજી અંગે સુનાવણી કરતા ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયાની પીઠે કહ્યું કે, તેઓ આ મામલે બારીકીથી નજર રાખી રહ્યા છે.
મામલા લટકાવવા અંગેની અરજી પર ચાલી રહી હતી સુનાવણી
એનડીટીવીના રિપોર્ટ અનુસાર ન્યાયમૂર્તિ કૌલે કેન્દ્ર સરકારને સીધી સંબોધિત કરતા કહ્યું કે, હાઇકોર્ટે 80 નામ 10 મહિનાથી લંબાયેલા છે. માત્ર એક ઢાંચાગત્ત પ્રક્રિયા હોય છે જેને કરવામાં આવે છે. તમારો દ્રષ્ટિકોણ જાણવાનું હશે જેથી કોલેજિયમ નિર્ણય લઇ શકે. પીઠે કહ્યું કે, 26 ન્યાયાધીશોની બદલી અને સંવેદનીલ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની નિયુક્તીઓ લટકેલી છે.
કોલેજિયમની ભલામણો સરકાર દબાવી રાખતી હોવાનો આક્ષેપ
જસ્ટિસ કૌલે કહ્યું કે, મારી પાસે તે વાતની માહિતી છે કે કેટલા નામ અટકેલા છે. તેની ભલામણ સુપ્રીમ કોર્ટે જ કરી છે જો કે કોલેજિયમને આ ભલામણ હજી સુધી મળી નથી. અટોર્ની જનરલ આર.વેંકટરમણીએ જવાબ આપવા માટે એક અઠવાડીયાનો સમય માંગ્યો છે. પીઠે તેમને બે અઠવાડીયાનો સમય આપ્યો અને કહ્યું કે, તેઓ આ મામલે કેન્દ્રની દલીલ સાથે આવે. હવે આ મામલે સુનાવણી 9 ઓક્ટોબરે થશે.
કહેવા માટે ઘણું છે પરંતુ હું મારી જાતને અટકાવી રહ્યો છું
આકરી ટિપ્પણી કરતા જસ્ટિસ કૌલે કહ્યું કે, કહેવા માટે તો ઘણું છે પરંતુ હું પોતે મારી જાતને અટકાવી રહ્યો છું. હું ચુપ છું કારણ કે એટોર્ની જનરલે જવાબ આપવા માટે એક અઠવાડીયાનો સમય માંગ્યો છે, પરંતુ જો આગામી સુનાવણી દરમિયાન હું ચુપ નહી રહું. ન્યાયાધીશની નિયુક્તિસુપ્રીમ કોર્ટ અને કાર્યપાલિકા વચ્ચે વિવાદનો એક મુખ્ય મુદ્દો રહ્યું છે. કેન્દ્રીય મંત્રીઓનો તર્ક છે કે જજોની પસંદગીમાં સરકારની ભુમિકા હોવી જોઇએ.
ઉપરાષ્ટ્રપતિની ટિપ્પણી બાદ મામલો વણસ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2015 માં રાષ્ટ્રીય ન્યાયીક નિયુક્તિ અધિનિયમને રદ્દ કરી દેવામાં આવી હતી. જો આ અધિનિયમ રહે તો ન્યાયાધીશની નિયુક્તિને કાર્યપાલિકાની મોટી ભુમિકા હોત. કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે વિવાદ ગત્ત વર્ષે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ટિપ્પણી બાદ વકર્યો હતો જેમાં તેમણે કહ્યું કે, કઇ રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિષ્પ્રભાવી કરી દીધો છે.
ADVERTISEMENT